ફેબ્રુઆરી મહિનાની શઆત સાથે જ આજે રાજકોટ આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને ગાંધીધામ ખાતે આવેલા બે મોટા જૂથ પર દરોડા પાડા છે. આજે વહેલી સવારે ગાંધીધામ ખાતે આવેલા કિરણ રોડલાઇન્સ અને શ્રીરામ સોલ્ટ ગ્રુપ ને રાજકોટ ઇન્કમટેકસની ઇન્વેસ્ટીગેશન વીંગએ ઝપટે લઈ ૨૨ થી વધુ દરોડાની કામગીરી હાથ ધરતાં કરચોરોમાં ખળભળાટ મચી થવા પામ્યો છે.
છેલ્લા લાંબા સમયથી અમદાવાદ, સુરત સહિત શહેરોમાં ઇન્કમટેકસ વિભાગે મોટા ગ્રુપ પર તવાઈ ઉતારી હતી અને કરોડો પિયાની કરચોરી ઝડપી લીધી હતી. યારે આજે વહેલી સવારથી ઇન્વેસ્ટિગેશન વીંગના અધિકારીઓ અને ઇન્સ્પેકટરોની ટીમ ગઈકાલ રાત્રેથી જ કચ્છ પહોંચી ગઈ હતી અને વહેલી સવારે એકસન શ કયુ હતું.
નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આડે હવે બે મહિના જેટલો સમયગાળો બાકી છે. નિર્ધારીત ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આવકવેરા વિભાગે કમર કસી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષમાં આખું વરસ સળગં આવકવેરા વિભાગ એ દરોડા ની કામગીરી હાથ ધરી હતી.
આ નાણાકીય વર્ષ શ થતા ની સાથે જ રાજકોટ અને જૂનાગઢમાં મોટા વેલરી ગ્રુપ પર ઇન્કમટેકસ એ તવાઈ ઉતારી હતી અને કરોડો પિયાના હિસાબે વ્યવહારો ઝડપી લીધા હતા હાલમાં આ વેલર્સ ગ્રુપ ને ત્યાંથી ઝડપાયેલી કરચોરીનો કેસ ચાલી રહ્યો છે જેમાં ડિપાર્ટમેન્ટ દ્રારા એપ્રેઝલ રિપોર્ટ તૈયાર કરીને અમદાવાદ ને સોંપવામાં આવ્યો છે જેના પર હાલમાં કામગીરી ચાલી રહી છે ત્યારબાદ અમદાવાદ ,સુરત વડોદરા સહિત ગુજરાતમાં અનેક સ્થળો પર બિલ્ડર ગ્રુપ ,રીયલ એસ્ટેટના ધંધાર્થીઓ, કેમિકલ અને અનેક વેલર્સ ઉપરાંત આ વર્ષે વેપારીઓને પણ રડારમાં લીધા હતા.
ચાલુ નાણાકીય વર્ષ પૂં થાય તે પહેલા કચ્છમાં ઇન્કમટેકસ નું સુપર ઓપરેશન શ થયું છે.ગાંધીધામમાં બે મોટા ગ્રુપ ઉપર ઇન્કમટેકસની તવાઈ ઉતારી જેમાં ગાંધીધામના બે મોટા ઉધોગપતિ બાબુભાઈ હત્પંબલ અને દિનેશ ગુા ને ત્યાં આઈટીના દરોડા પાડા હતા. શ્રીરામ સોલ્ટ અને કિરણ રોડલાઇન્સ સહિત ૨૨ જગ્યાએ દરોડા અને સર્વેની કામગીરી શ કરી છે.દિનેશ ગુા ઉપરાંત મહેશ ગુા અને સુરેશ ગુા ને ત્યાં પણ તપાસ ચાલી રહી છે. આ દરોડા ની કામગીરી ત્રણથી ચાર દિવસ ચાલે તેવી અધિકારીઓએ શકયતા વ્યકત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રેયસ તલપડે અને આલોકનાથ સામે ફરિયાદ દાખલ
January 24, 2025 12:20 PMસ્કાય ફોર્સના સ્ક્રીનિંગમાં ડિમ્પલ કાપડિયાની દોહિત્રીએ લુટી મહેફિલ
January 24, 2025 12:18 PMરશ્મિકા મંદાનાએ આપ્યો રિટાયર થવાનો નિર્દેશ
January 24, 2025 12:16 PM'કરીના અને હું બેડરૂમમાં હતા ત્યારે ચીસાચીસ થઈ', સૈફ અલી ખાને હુમલાની રાતની ડરામણી વાત કહી
January 24, 2025 12:15 PMચુલબુલી આલિયાની સડક 2 સૌથી ડિઝાસ્ટર સાબિત થઈ હતી
January 24, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech