રાજકોટ જિલ્લામાં અધિકારી રાજ સામે આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આજે રાજકોટ જિલ્લા કલેક્ટર પુરવઠા વિભાગની બેઠકમાંથી ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ રાજુ જુંજાને બહાર કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
ગત મિટિંગમાં અખાદ્ય અનાજ મુદ્દે રાજ્યસભા સાંસદ રામ મોકરિયાને માહિતી આપનાર ચેમ્બરના પ્રતિનિધિને પ્રવેશબંધી ફરમાવવામાં આવતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સના ડિરેક્ટર રાજુ જુંજાને બેઠકમાં ન બેસવાની અનુમતિ અપાઈ છે. રાજુ જુંજા ચેમ્બરના પ્રતિનિધિ તરીકે 8 જેટલી બેઠકમાં હાજરી આપી ચૂક્યા છે.
સસ્તા અનાજ કરિયાણાની દુકાનમાંથી સડેલા અને અખાદ્ય અનાજ એકત્ર કરી સાંસદ સુધી અનાજ પહોંચાડી રજૂઆત કરી હતી. ચેમ્બરના પ્રતિનિધિ જ આખો મામલો સામે લાવ્યા તે જાણતા હતા, હવે બેઠકમાં ન આવવા જણાવવામાં આવ્યું છે. આ અંગે રાજુ જુંજાએ સવાલ કર્યો છે કે, જો કલેકટરની વાહ વાહ કરો તો બેઠકમાં બેસવાનું? જો સવાલ કરો તો બહાર જતું રહેવાનું ઉદાહરણ સામે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech