રાજકોટની સિવિલ કોર્ટે રૈયા ગામની એક મૂલ્યવાન જમીનને લગતા લાંબા સમયથી ચાલતા વિવાદમાં એક નિર્ણાયક ચુકાદો આપ્યો છે. કોર્ટે પાળ દરબાર હરિશ્ચંદ્રસિંહ જાડેજા દ્વારા કાંતિલાલ અંબાલાલ પટેલ (કાંતિ કપચી)ના વારસો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ દાવો ફગાવી દીધો છે.
આ કેસમાં કોર્ટે 404 પાનાનો વિસ્તૃત ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અગાઉ કરવામાં આવેલ હુકમનામાને અલગ દાવો કરીને પડકારી શકાય નહીં.
કેસની વાત કરીએ તો આ કેસમાં પાળ દરબાર હરિશ્ચંદ્રસિંહ જાડેજાએ રૈયા ગામની જમીન અંગે કાંતિલાલ અંબાલાલ પટેલ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો અને જમીનના કરારો રદ કરવા માટે દાવો દાખલ કર્યો હતો. જોકે, કોર્ટે વાદીના આ દાવાને ધ્યાનમાં લેતાં નથી.
કોર્ટના મતે વાદી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા પૂરતા ન હતા અને જમીન પર હાલમાં બીજી કંપની કબજો ધરાવે છે. આથી કોર્ટે વાદીનો દાવો ફગાવી દીધો છે.
આ કેસમાં અનેક વકીલો સામેલ થયા હતા. પ્રતિવાદી પક્ષ તરફથી ઉદયન દેવમુરારી, જતીનભાઈ ઠક્કર, ધર્મેશભાઈ શેઠ, કેતન શાહ, અભય ભારડ અને હાઇકોર્ટના સીનીયર કાઉન્સેલ મેહુલભાઈ શાહ રોકાયેલા હતા. કોર્ટે આપેલ 404 પાનાનો ચુકાદો કાનૂની વર્તુળોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ કેસ કાનૂની વિદ્યાર્થીઓ અને વકીલો માટે એક અભ્યાસનો વિષય બની શકે છે.
વિગતવાર વાત કરીએ તો હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા કાંતિલાલ પટેલ દ્વારા સ્પે.દી.મુ.નં. ૩૫૦/૨૦૦૦ ના કામમાં કરાવી લેવામાં આવેલ તાઃ ૦૭/૦૨/૨૦૦૧ ના રોજ કરાવી લીધેલ હુકમનામું રદબાતલ ઠરાવવા અંગેના દાવામાં નામ. કોર્ટ સમક્ષ ઉભયપક્ષ દ્વારા રજુ કરવામાં આવેલ અસંખ્ય દસ્તાવેજી પુરાવાઓ તથા ૨જુઆતો લક્ષમાં લઈને હરીશચંદ્રસિંહ જાડેજા પાસેથી કાંતિભાઈ પટેલ દ્વારા દબાણ લાવી અફીણના નશાની હાલતમાં કરાવી લીધેલ કરારોની કોઈ રજુઆત નામ. કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવેલ ન હતી અને ચાલુ દાવા દરમ્યાન હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા કાંતિલાલ પટેલ પાસેથી ૨કમો સ્વીકારેલ હોવાની રજુઆત તેમજ હરીશચંદ્રસિંહ જાડેજા નહીં પરંતુ મે. સિધ્ધ ઈન્ફાસ્ફટ્રચર્સ વાદગ્રસ્ત જગ્યાનો કબજો ધારણ કરતા હોવાનું માની અને હાલના દાવામાં હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા કબજો પરત મળવા અંગેની કોઈ દાદ માંગેલ નહીં હોવાના કારણે દાવો મેઈન્ટેનેબલ નહીં હોવાની રજુઆત તેમજ રજુ રાખેલ સમગ્ર દસ્તાવેજી પુરાવાઓનો તલસ્પર્શી અભ્યાસ કરી ઉભય પક્ષ દ્વારા આપવામાં આવેલ મૈખિક પુરાવાનો પણ તલસ્પર્શી અભ્યાસ કરી રાજકોટના મહે. પ્રિન્સીપલ સીનીયર સીવીલ જજ શ્રી પીપરાની સાહેબ દ્વારા આશરે ૪૦૪ પાનાનો લાંબો ચુકાદો ઘડી વાદીનો દાવો નામંજુ૨ ક૨વા અંગેનો અભૂતપૂર્વ ચુકાદો આપતા ખળભળાટ મચી ગયેલ છે.
રાજકોટ સિવિલ કોર્ટનો આ ચુકાદો લાંબા સમયથી ચાલતા જમીન વિવાદ પર પૂર્ણ વિરામ લગાવે છે. કોર્ટના આ નિર્ણયથી કાનૂની વર્તુળોમાં નવી ચર્ચા જામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech