સોશ્યલ મીડીયા થકી ટાર્ગેટ કરીને સાયબર માફીયાઓ અગ્રણીઓ કે આવા વ્યકિતઓના એકાઉન્ટ હેક કરવા ફેક આઈડી બનાવી નાણા ખંખેરતા હોય છે. રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ અને અનેક સામાજીક સેવાકીય સંસ્થાઓ સાથે પ્રવૃત યુવા અગ્રણી રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી)નું ફેસબુક ફેક આઈડી બનાવી પરિચીતો પાસેથી નાણા મેળવવાના પ્રયાસો થયા હોવાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં લેખીત ફરિયાદ થઈ છે. જેના આધારે પોલીસે જી પે માં નાણા ટ્રાન્સફર થયા તેના આધારે ભેજાબાજ સુધી પહોંચવા તપાસ આરંભી છે.
ફરિયાદની જાણવા મળતી વિગતો મુજબ શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહનું ગઈકાલે ફેસબુકનું ફેક આઈડી બનાવવામાં આવ્યું હોવાનું તેઓના ધ્યાને આવ્યું હતું. તપાસ કરતા આ ફેક આઈડીમાં રાજદીપસિંહના નામે રીકવેસ્ટ મોકલાઈ હતી. જેમાં હત્પં અત્યારે કામથી બહાર છું, માટે આટલા નાણા જી પે થી ચુકવી આપજો. આવા મેસેજ વાંચી બે–ચાર વ્યકિતઓએ જી પે થી રકમ ટ્રાન્સફર કરી હતી. રાજદીપસિંહને નજીકથી ઓળખતા વ્યકિતઓ અચંંબીત બની ગયા હતા કે, જો સેવા પ્રવૃતિમાં હરહંમેશ આગળ રહે છે અને તેમનું આર્થિક અનુદાન પણ ખુબ જ હોય છે. તેમની અચાનક આવી કોઈ રીકવેસ્ટ હોય ન શકે. જેથી રાજદીપસિંહને આ મેસેજ બાબતે જાણ કરતા તેઓએ આવી કોઈ રીકવેસ્ટ કે મેસેજ ફેસબુકમાં કર્યા ન હોવાનું જણાવ્યું હતું.
રાજાભાઈએ તેમનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ ચેક કરતા ખ્યાલ પડયો કે, તેમના ફેસબુકનું ફેક આઈડી બની ગયું છે અને એ આઈડી મારફતે ભેજાબાજ ઈસમ પોતાના નામની ખોટી પોસ્ટ મુકીને નાણા માગી રહ્યો છે, જેથી રાજાભાઈએ તુર્ત જ તેમના તમામ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોતાના નામનું ફેસબુકનું ફેક આઈડી બન્યું હોવાનું અને કોઈએ તેમાં આવતી નાણા કે અન્ય કોઈ રીકવેસ્ટને ધ્યાને લેવી નહીં. ફેક આઈડી સંદર્ભે સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરાઈ હતી અને આ આઈડી બનાવનાર ઈસમ સામે લેખીત ફરિયાદ આપવામાં આવી છે. ગુગલ પે માં જે નંબર અપાયો છે અને નાણા ટ્રાન્સફર કર્યા છે તેના દસ્તાવેજી પુરાવાના આધારે પોલીસે સાયબલ ગઠીયા સુધી પહોંચવા પ્રયાસો હાથ ધર્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech