BREAKING NEWS

રાજકોટ-બીલખાની વાહનચોર બેલડી ઝડપાતા,14 બાઇક કબ્જે કરાયા

  • February 06, 2026 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં વાહન ચોરીના વધી રહેલા બનાવ અટકાવવા અને વાહન ચોરને ઝડપી લેવા ડીસીપી ઝોન વન દ્વારા કરાયેલા આદેશના પગલે આજીડેમ પોલીસે વોચ ગોઠવી એક સગીર સહિત બે શખસને સચોટ બાતમી આધારે ઉઠાવી પૂછપરછ હાથ રાજકોટના સગીર તેમજ બિલખાના શખસે છેલ્લા અઢી માસમાં રાજકોટના અલગ અલગ વિસ્તારોમાંથી ૧૪ જેટલા બાઈક ચોરી કરી વેચી માર્યાની કબુલાત આપતા 7.58 લાખનો મુદ્દામાલ કબજે કરી આજી ડેમ ડીસ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી જાડેજાની સૂચનાથી ડી સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યો હતો તે દરમિયાન હરપાલસિંહ જાડેજા અને ગોપાલભાઈ બોળીયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે વિરાજ ચોક, વિભૂતી પાર્ક રોડ પરથી જીજે-03-એલએસ-૧૩૧૬ નંબરના ચોરીના બાઈક સાથે સરફરાઝ વિજયભાઈ થીમ રહે. રાવતપરા બીલખા,જૂનાગઢ અને રાજકોટના સોલ્વન્ટમાં રહેતા એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરની ધરપકડ કરી હતી.

આજીડેમ પોલીસે બન્નેની આગવી ઢબે પૂછપરછ ક૨તા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે કબૂલાત આપી હતી કે તેણે છેલ્લા ત્રણ-ચાર મહિનામાં રાજકોટના સાઈબાબા સર્કલ, કોઠારીયા રોડ, રણુજા મંદિર અને ગોંડલ ચોકડી જેવા વિસ્તોરોમાંથી વધુ ૧૩ બાઇકોની પણ ચોરી કર્યાની કબુલાત આપી હતી.

ચોરીના ૧૪ બાઈકની કુલ કિંમત ૭,૫૮,૦૦૦ લાખના ને આરોપી પાસેથી કબજે કરી બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરતા સગીર આરોપીએ કબુલાત આપી હતી કે પોતે રાત્રી દરમિયાન નીકળતો અને જે બાઈક ના હેન્ડલ લોક ખુલ્લા હોય તેને ડાયરેક્ટ કરી બાઈક ઉઠાવી લેતો હતો.

આ ચોરાઉ બાઇક બિલખાના સરફરાઝ થીમને વેચવા માટે આપતો હતો, અને તે બીલખા અને આસપાસના ગામડાઓમાં અન્ય લોકોને બાઈકો વેચી દેતો હતો

આ કામગીરીમાં આજીડેમ પોલીસ સ્ટે શનના પીઆઈ એ.બી. જાડેજા, પીએસઆઈ એસ.વી. ગોહિલ સહિત રવિભાઇ વાંક, પિયુષભાઈ ચિરોડીયા, હિતેષભાઈ અગ્રાવત, ભરતભાઇ જોગીયા, દેવાંગભાઈ પાલા, સંજયરાજભાઈ બારોટ, હરપાલસિંહ જાડેજા, વિરેન્દ્રમાં સંહ જાડેજા, ગોપાલભાઈ બોળીયા, મહેશભાઇ કોઠીવાળ અને વિશ્વરાજસિંહ પરમાર જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application