BREAKING NEWS

વરસાદ અને પૂરથી આસામની સ્થિતિ વધુ વણસી,૪૧નાં મોત

  • July 23, 2026 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આસામમાં અવિરત વરસાદને કારણે આવેલા પૂરમાં બુધવારે ૩૧ વધુ લોકોનાં મોત થયા. લગભગ ૫.૬૫ લાખ લોકો પ્રભાવિત થયા. રાય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્રારા જાહેર કરાયેલ અહેવાલ મુજબ, રાયના બિશ્વનાથ, ચરાઈદેવ, ધેમાજી, દિબ્રુગઢ, ગોલાઘાટ, જોરહાટ, કામપ, કામપ મેટ્રોપોલિટન, કાર્બી આંગલોંગ, નાગાંવ, શિવસાગર અને તિનસુકિયા જિલ્લામાં પૂરથી ૫૬૪,૬૦૦ થી વધુ લોકો પ્રભાવિત થયા છે. અહેવાલો અનુસાર, શિવસાગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પૂરના પાણીમાં ચાર મહિલાઓ અને બે બાળકો સહિત ૧૩ લોકો ડૂબી ગયા. ચરાઈદેવમાં બે બાળકો સહિત પાંચ લોકો, ગોલાઘાટમાં બે અને જોરહાટમાં એક મહિલાના મોત થયા. આ મૃત્યુ સાથે, આ વર્ષે રાયમાં પૂરથી મૃત્યુઆકં ૪૧ પર પહોંચી ગયો છે.ભારતીય હવામાન વિભાગ એ આસામ માટે યલો એલર્ટ જારી કયુ છે, જેમાં આગામી ચાર દિવસમાં અલગ અલગ સ્થળોએ વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.શિવસાગર સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો છે, જેમાં આશરે ૩.૬ લાખ લોકો અસરગ્રસ્ત છે. આ પછી જોરહાટમાં આશરે ૮૮,૦૦૦ અને ચરાઈદેવમાં ૭૨,૫૦૦ થી વધુ લોકો અસરગ્રસ્ત છે. સોમવાર રાતની સરખામણીમાં રાયમાં પૂરની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. સોમવાર રાત સુધીમાં, ૧૫ જિલ્લાઓમાં આશરે ૩.૬૩ લાખ લોકો પ્રભાવિત થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application