રાજકોટમાં શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. ગઈકાલથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે રાજકોટમાં ગઇકાલે પણ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા બાદ સતત બીજા દિવસે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી આકાશમાં વાદળો છવાયા છે અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ ખાબક્યો છે. શહેરના નાના મવા, યાજ્ઞિક રોડ, કુવાડવા રોડ, મોરબી રોડ, પેડક રોડ, ગુંદાવાડી, કાલાવડ રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા છે. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તેમજ વરસાદને લઈને રસ્તાઓ પાણીપાણી થઈ ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોકુલનગરમાં સિક્યુરિટી ગાર્ડના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો
September 20, 2024 11:19 AMસૌથી ખરાબ સેવાઓ...ભારતીય-અમેરિકન CEOએ એર ઈન્ડિયા પર લગાવ્યો આરોપ, જુઓ વીડિયો
September 20, 2024 11:17 AMપરિવારો પર 11,000 કરોડનો બોજ નાખે છે ફૂડ ડિલિવરી કંપનીઓ
September 20, 2024 11:16 AMઆજે પિતૃપક્ષનું તૃતીયા શ્રાદ્ધ, જાણો તર્પણ અને પિંડ દાનની સાચી રીત
September 20, 2024 11:15 AMએસ.ટી. ડેપો નજીકના તળાવનામાંથી મૃતદેહ મળ્યો
September 20, 2024 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech