BREAKING NEWS

ગુજરાતમાં 6 જિલ્લામાં વરસાદની આગાહી, બે દિવસ બાદ રાજ્યભરમાં શરૂ થશે હીટવેવનો દોર

  • May 07, 2026 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના ઘણાં સ્થળોએ બે દિવસથી ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ગુરુવારે (સાતમી મે) છ જિલ્લામાં વરસાદ અને બે દિવસ પછી ફરી હીટવેવની આગાહી કરી છે.


ગુજરાતમાં સૌરાષ્ટ્રના ગિર પંથક સહિતના વિસ્તારોમાં બુધવારે (છઠ્ઠી મે) પણ છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. સાથે સાથે મોટાભાગના સ્થળોએ આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હતા. આ ઉપરાંત ઠંડા પવન પણ ફૂંકાયા હતા. આમ એક તરફ ચોમાસા જેવો માહોલ છે, તો બીજી તરફ રાજ્યના આઠ જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. રાજકોટ 42.9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.


અમદાવાદમાં 40.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. બીજી તરફ હવામાન વિભાગે સાત મેના રોજ રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લામાં હળવા અને છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ પછી મહત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી વધશે. પરિણામે નવમીથી 12મી મે દરમિયાન શહેરના ઘણાં વિસ્તારોમાં હીટવેવ જેવી હાલત સર્જાશે. અત્યારે બેવડાં વાતાવરણના કારણે રોગચાળાએ પણ માથું ઉચક્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application