પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ અને તણાવ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ચીનને ગંભીર ધમકી આપી હતી અને કહ્યું કે હજુ સુધી તો તેઓ એમ માનતા નથી કે ચીન કે રશિયા ઈરાન સાથે સીધી કે આડકતરી રીતે યુદ્ધમાં સામેલ છે, પરંતુ જો હવે તમે ઝુકાવશો તો તે સ્થિતિ તમારા માટે સારી નહી હોય, ખુબ પરિણામ ભોગવવા પડશે.
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ સંદર્ભમાં એક પોસ્ટ શેર કરી કહ્યું, ચીનના રાષ્ટ્ર્રપતિ શી જિનપિંગે બેઇજિંગમાં અમારી તાજેતરની મુલાકાત દરમિયાન મને કહ્યું હતું કે તેઓ કયારેય, કોઈપણ સંજોગોમાં, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનને શક્રો સપ્લાય કે વેચશે નહીં. આ બધી ચીની કંપનીઓને પણ લાગુ પડે છે. અમારા પરસ્પર સંબંધોને જોતાં, હત્પં આ બાબતે તેમના પર વિશ્વાસ કં છું. વધુમાં, હત્પં તેમના પર ઘણા મહત્વપૂર્ણ ઉપકાર પણ કરી રહ્યો છું.
રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પે વધુમાં કહ્યું, જેમ હત્પં યુક્રેનમાં ભયંકર યુદ્ધ છતાં યુક્રેનના રાષ્ટ્ર્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે સંબધં જાળવી રાખું છું, તેમ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને પણ મને કહ્યું હતું કે તેઓ ઈરાનને શક્રો વેચશે નહીં.તેઓ એ પણ સમજે છે કે હત્પં યુક્રેનને સીધા શક્રો વેચતો નથી, પરંતુ નાટો દેશોને વેચું છું. તેઓ સંપૂર્ણ કિંમત ચૂકવે છે, અને પછી મને ખબર નથી કે નાટો દેશો તે શક્રો કયાં અને કેવી રીતે વહેંચે છે.તેથી, મારા મતે, બે મુખ્ય દેશો જેમના નામ વારંવાર ઈરાનના સંદર્ભમાં ઉલ્લેખિત થાય છે તેઓ આ બાબતમાં સામેલ નથી. જો તેઓ એવું કરે, તો તે તેમના માટે ખૂબ જ ખરાબ હશે અને ચોક્કસપણે તેમના હિતમાં નહીં હોય.