રેલવે મંત્રી વૈષ્ણવે ગુજરાતમાં રેલ પ્રોજેકટોની પ્રગતિની સમીક્ષા કરી

  • March 03, 2025 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેલ્વે, માહિતી અને પ્રસારણ, ઇલેકટ્રોનિકસ તથા માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદ આણદં અને દાહોદ રેલ્વે સ્ટેશનોનું નિરીક્ષણ કયુ તથા આ સ્થળોએ ચાલી રહેલા વિવિધ રેલ ઈન્ફાસ્ટ્રકચર પ્રોજેકટની પ્રગતિની સમીક્ષા કરી.
રેલ મંત્રી વૈષ્ણવે અમદાવાદ સ્ટેશન પહોંચીને સ્ટેશનનું નિરીક્ષણ કયુ અને ચાલી રહેલા સ્ટેશનના પુનર્વિકાસના કાર્યેાની સમીક્ષા કરી મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે આ વર્ષે ગુજરાત માટે રૂા.૧૭,૧૫૫ કરોડ પિયા ફાળવવામાં આવ્યા છે, જે ૨૦૦૯–૧૪ દરમિયાનના સરેરાશ વાર્ષિક ફાળવણી કરતા ૨૯ ગણા વધુ છે. ગુજરાતમાં રેલ્વે દ્રારા કુલ છ૧,૨૭,૦૦૦ કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં બુલેટ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેકટ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે કામ ઝડપથી આગળ વધી રહ્યું છે ડિઝાઇનને ઇન્ફ્રાસ્ટ્રકચર જરિયાતો અને સ્થાનિક વારસાની કિંમતો સાથે સુમેળ સાધીને વિકસાવવામાં આવી છે. રેલવે પાટાઓ પર કોન્કોર્સ ફ પ્લાઝા બનાવવામાં આવશે જેમાં મુસાફરો માટે વેઇટિંગ એરિયા અને અન્ય સુવિધાઓ હશે. આ પ્રોજેકટમાં કાલુપુર આરઓબી અને સારંગપુર આરઓબીને જોડતો એલિવેટેડ સેડ અનાવવાની યોજના છે. જે હાલના રસ્તાઓ કરતા બમણો પહોળી હશે જે રેશનલ હાઈ કસ્પીડ રેલ ટર્મિનલ (બુલેટ ટ્રેન), મેટ્રો અને અસ રેપિડ ટ્રાન્સપોર્ટ (બીઆરટી) સાથે રેલ્વેને –એકીકૃત કરીને વધુ સારી અને સરળ મુસાફરી પ્રદાન કરશે જેનાથી મુસાફરી વધુ સરળ બનશે. પુનર્વિકાસનું આયોજન એ રીતે કરવામાં આવ્યું છે કે મુસાફરીને ઓછી તકલીફ થાય અને ટ્રેનો રદ થવાની સંભાવના ઓછી રહે, ત્યારબાદ તેઓ રેલ મંત્રી આણદં માટે રવાના થયા અને અમદાવાદ–આણદં સેકશનનું નિરીક્ષણ કયુ.રેલ્વે મંત્રી વૈષ્ણવ આણદં રેલ્વે સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોડકટ ઓએસઓપી–સ્ટોલની મુલાકાત લઈ જણાવ્યું કે, ૨૦૧૪ પછી ગુજરાતમાં ૧૦૦૦થી વધુ રેલ ઓવર બ્રિજ (આરઓબી) અને રેલ અંડર બ્રિજ (આરયુબી) બનાવવામાં આવ્યા છે. તદુપરાંત, ૨૦૧૪ પછી ૩,૧૪૪ કિમી રેલ્વે લાઈનોનું વિધુતીકરણ પૂર્ણ થયું છે. કવચનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ગુજરાતમાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું કામ પૂર્ણ થયું છે, આનાથી વિસ્તારમાં પોર્ટ કનેકિટવિટી વધી ગઈ છે. તેઓએ વધુમાં ઉમેયુ કે ગુજરાતમાં ૮૭ રેલ્વે સ્ટેશનોનું પુનર્વિકાસ –અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ થઈ રહ્યું છે.
ત્યારબાદ તેમણે બુલેટ ટ્રેન પ્રોજેકટના ટ્રેક નિર્માણ બેઝ (રેલ વેલ્ડિંગ વર્ક)ની મુલાકાત લીધી અને નિરીક્ષણ કરી આણદં હાઈ સ્પીડ રેલ (એચએસઆર) સ્ટેશન પર ચાલી રહેલા કાર્યનું નિરીક્ષણ કયુ. વૈષ્ણવે મજૂરો સાથે વાતચીત કરી અને રાષ્ટ્ર્ર નિર્માણ માટે તેમના યોગદાનની પ્રશંસા કરી, તેમજ તેમની સાથે સેલ્ફી પણ લીધી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application