કેવડાવાળીમાં મકાનમાં ચાલતા જુગાર પર દરોડો: બે મહિલા સહીત છ ઝબ્બે

  • March 01, 2025 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેવડાવાળી શેરી નં-1માં રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ઉપર ભક્તિનગર પોલીસે દરોડો પાડી જુગાર સંચાલક, બે મહિલા સહીત છ વ્યક્તિને ઝડપી પાડી રોકડ 11,400ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન એક શખસ નાસી છૂટવામાં સફળ રહેતા તેની શોધખોળ હાથ ધરી છે.


પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, કેવડાવાળી શેરી નં-1માં રહેતો રવિ જેઠુરભાઈ બાલાસરા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મકાન માલીક રવિ જેઠુરભાઈ બાલાસરા, જયરાજ શરદભાઈ વાઘેલા (રહે-જલારામ ચોક, વાણિયાવાડી, વિશાખા સિલ્વર એપાર્ટમેન્ટ), પ્રતિક રમેશભાઈ પાટડીયા (રહે-કેવડાવાળી શેરી નં-18), ભાવેશ જ્યંતિભાઇ જોબનપુત્રા (રહે-કેવડાવાળી શેરી નં-20), જશુબેન વિજયભાઈ કક્ક્ડ (રહે-કેવડાવાળી શેરી નં-1), પૂર્વીબેન નીતિનભાઈ વડગામા (રહે-ગુણાતીતનગર, દ્વારકા હાઈટ્સ)ને ઝડપી લઇ રોકડ 11,400ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો છે. દરોડા દરમિયાન અલ્પેશ ગુણવંતરાય ગાંધી (રહે-લક્ષ્મીવાડી) નાસી જતા તેની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application