BREAKING NEWS

માણેકવાડાની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો: પાંચ ઝડપાયા, બે શખસો નાસી ગયા

  • April 06, 2026 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે કોટાડા સાંગાણીના માણેકવાડાની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી પાંચ શખસોને ઝડપી લીધા હતાં જયારે દરોડા દરમિયાન બે શખસો નાસી ગયા હતાં. પોલીસે પટમાંથી રોકડ, ત્રણ બાઇક અને મોબાઇલ સહિત . ૧.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા દા–જુગારની પ્રવૃત્તિ પર અસરકારક કામગીરી કરવા માટે અપાયેલી સૂચનાના પગને રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે, કોટડા સાંગાણીની સીમમાં માણેકવાડા ગામ જવાના જુના રસ્તે મનીષભાઈ પટેલની વાડી પાસે સરકારી ખરાબામાં કેટલાક શખસો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસની ટીમ અહીં માણેકવાડા જવાના રસ્તે વાડી પાસે દરોડો પાડતા અહીં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા યારે બે શખસો નાસી ગયા હતા. પોલીસે દરોડા દરમિયાન પટમાંથી રોકડ પિયા ૩૦,૯૦૦ તથા ત્રણ બાઈક, પાંચ મોબાઈલ સહિત કુલ પિયા ૧,૩૧,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં વાડી માલિક મનીષ ઘુસાભાઈ સોરઠીયા, ઉપરાંત રવજી હકુભાઈ રાઠોડ, કિરીટ રણછોડભાઈ પરમાર, રવિ શ્યામસુંદરભાઈ જેઠવાણી અને મોહમ્મદ નસીબ અબ્દુલ વાહીદ મનસુરીનો સમાવેશ થાય છે. રવિ અને કિરીટ અગાઉ જુગારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયા હોવાનું જાણવા મળ્યું છે. યારે નાસી ગયેલા શખસોમાં ગોંડલના ભગવતપરામાં રહેતો રવિ મનસુખભાઈ બાવળીયા અને ગોંડલના ખોડીયારનગરમાં રહેતો ભોલાભાઈ નામનો શખસ હોય જેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ, એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ઈન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા અને રણજીતભાઈ બોરડ સાથે રહ્યા હતા. જુગારના અન્ય દરોડામાં વિંછીયા પોલીસ મથકના સ્ટાફે ઓરી ગામે અનિલભાઈ ધોરીયાના મકાન પાસે જાહેરમાં લાઈટના અજવાળે જુગાર રમતા ચાર શખસોને ઝડપી લઇ પટમાંથી રોકડ પિયા ૪૦,૦૮૦ કબજે કર્યા હતા. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં અનિલ મનસુખભાઈ ધોરીયા, ગોપાલ રાજેશભાઈ કરાલીયા, સુરેશ ઉર્ફે કાળી રાજાભાઈ સરવૈયા અને વનરાજ ઓધવજીભાઈ ગોહિલનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News