એસએમસીની ટીમે સુરેન્દ્રનગરમાં આંબેડકરનગર વિસ્તારમાં આવેલા મકાનમાં ચાલતી ઘોડી પાસાની જુગાર ક્લબ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોતા જ અહીં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે જુગાર રમનાર સંચાલક તથા જુગાર રમવા આવનાર રાજકોટના ચાર સહિત નવ શખસોને ઝડપી લીધા હતા પટમાંથી રોકડ રૂપિયા 5.41 લાખ 9 મોબાઇલ ફોન અને 7 વાહનો સહિત 23.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન પાંચ શખસો નાસી છૂટ્યા હતા જેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અહીં આંબેડકરનગરમાં રહેતો મુકેશ પરમાર અઢી માસથી અહીં મકાનમાં ઘોડી પાસાની ક્લબ ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરીયાની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.વી.ગળચર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે સુરેન્દ્રનગરમાં રાજ રેસ્ટોરન્ટ પાસે આંબેડકરનગર સર્કલ નજીક આંબેડકરનગરમાં રહેતા મુકેશ ઉર્ફે છકો પરમારના મકાનમાં દરોડો પાડી અહીં ચાલતી ઘોડી પાસાની જુગાર ક્લબ ઝડપી લીધી હતી. પોલીસે દરોડા દરમિયાન અહીંથી જુગાર રમાડનાર સંચાલક મુકેશ ઉર્ફે છકો રણછોડભાઈ ઉર્ફે બબલુભાઈ પરમાર તથા જુગાર રમવા આવેલા અમિત કાનજીભાઈ રાઠોડ (રહે રતનપર, સુરેન્દ્રનગર), રામ રાણાભાઇ ગમારા (રહે. સુરેન્દ્રનગર), વિશાલ વિનોદભાઈ મઢવી (રહે. સુરેન્દ્રનગર), દિપક ધનજીભાઈ દાફડા (રહે. આંબેડકરનગર, રાજકોટ), ચંદુ કરશનભાઈ મહીડા (રહે. આંબેડકરનગર, રાજકોટ), કુલદીપ રણજીતસિંહ રાઠોડ (રહે. માધાપર ચોકડી, રાજકોટ), ભુપત દેવાભાઈ બોરીચા (રહે. ભગવતીપરા, રાજકોટ) અને રમેશ જશવંતભાઈ રાઠોડ (રહે. સુરેન્દ્રનગર)નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 5,41,320 તથા નવ મોબાઈલ સાત વાહન સહિત રૂ.23.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ દરોડા દરમિયાન સુરેન્દ્રનગરમાં રહેતો રાજુ ડાંગર, પ્રદીપ ઉર્ફે પદો કાનજીભાઈ સોલંકી, કાનાભાઈ ખત્રી, જામનગરનો તેજસ ઉર્ફે ભયો અને ચોટીલાનો રવિ નાસી ગયો હોય પોલીસે તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જુગાર ક્લબ ચલાવનાર મુકેશ પરમાર અહીં મકાનમાં છેલ્લા અઢી માસથી આ ઘોડી પાસાની ક્લબ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગરમી યથાવત: તાપમાન ૩૮.૬ ડીગ્રી
April 24, 2025 12:29 PMદ્વારકા સહિત સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ૨૧ નદીઓ નોતરી શકે આફત
April 24, 2025 12:28 PMસરકારી જમીન પર દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબીંગ મુજબ પગલા લેવા આવેદન
April 24, 2025 12:25 PMઅનોખી ભેટ: ગોંડલમાં લગ્ન પ્રસંગે સોગાતમાં આપવામાં આવી વાછરડી
April 24, 2025 12:23 PMખંભાળિયા નજીક કારની અડફેટે યુવાનનું મૃત્યુ
April 24, 2025 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech