શહેરમાં જુદી જુદી જગ્યાએ પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી ઝોન–૨, આજીડેમ, ગાંધીગ્રામ પોલીસે જુદી જુદી જગ્યાએ દરોડા પાડી ઈંગ્લીશ દાના જથ્થા સાથે ૫ શખ્સોને ઝડપી પાડી દાની બોટલો કબ્જે કબ્જે કરી કાર્યવાહી કરી છે.
એલસીબી ઝોન–૨ની ટીમ રાત્રીના પેટ્રોલીંગમાં હતી ત્યારે ત્રિકોણબાગ પાસે પહોંચતા ચોક્કસ હકીકત મળી હતી કે, લાખાજીરાજ રોડ ઉપર બાપુના બાવલા નજીક તાજાવાલા માર્કેટ પાસે શખસ દાનું કટિંગ કરવા માટે ઉભો છે. જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતા અંધારામાં ઉભેલા શખસની પુછપરછ કરતા પોતાનું નામ પરાગ નરેશભાઈ ગણાત્રા (રહે––ગાયકવાડી શેરી નં–૩, કીટીપરા)નો હોવાનું જણાવ્યું હતું, પોલીસે તેની પાસે રહેલા ખાખી બોકસની તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દાની જુદી જુદી બ્રાન્ડની ૨૦૪ નગં બોટલ કી..૧,૨૨,૪૦૦ની મળી આવતા દાનો જથ્થો, એક મોબાઈલ મળી કુલ .૧,૭૧,૭૪૦નો મુદામાલ કબ્જે કરી શખ્સની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો. પોલીસની તપાસમાં ઝડપાયેલો પરાગ અગાઉ પણ પ્ર,નગર પોલીસ મથકના દાના ગુનામાં ઝડપાઇ ચુકયો છે. પરાગની પૂછપરછમાં આ દા રાજકોટમાં રહેતા ભવદીપ મુકેશભાઈ કામલીયાને આપવાનો હોવાનું કબુલતા પોલીસે ભવદીપને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
આ દરોડો એલસીબી ઝોન–૨ના પીઆઈ આર.એચ.ઝાલાની રાહબરીમાં ટીમના એએસઆઇ જે.વી.ગોહિલ, પો.હેડ.કોન્સ.રાજેશભાઈ મિયાત્રા, રાહત્પલભાઈ ગોહેલ, શકિતસિંહ ગોહેલ, હેમેન્દ્રભાઈ વાઘીયા, ધર્મરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ ઝાલા દ્રારા પાડવામાં આવ્યો હતો
કોઠારીયામાંથી પીસીબીએ દેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપ્યો
પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, કોઠારીયા ગામમાં પાણીના સંપની બાજુમાં આવેલા રહેણાંક મકાનમાં દેશી દાનું મોટા પાયે વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે પોલીસએ દરોડો પાડી હાજર ઘરમાંથી ૫૦ લીટર દેશી દા કી..૧૦,૦૦૦નો મળી આવતા વેંચાણ કરતો વિષ્ણુ સગ્રામભાઇ સાડમિયાને ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો. આ કાર્યવાહી પીસીબીના પીઆઈ એ.આર.ગોંડલિયાની સૂચનાથી પો.હેડ.કોન્સ.કુલદીપસિંહમ, પો.કોન્સ.વિજયભાઈ, યુવરાજસિંહની બાતમીના આધારે કરવામાં આવી હતી.
ઘંટેશ્ર્વર પાસેથી દારૂ ભરેલી બેગ સાથે શખસ ઝડપાયો
જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક ૨૫ વારીયા કવાર્ટર રેલવે ફાટક પાસે હાથમાં બેગ સાથે શંકાસ્પદ હાલતમાં એક શખ્સ ઉભો હોવાની બાતમી ગાંધીગ્રામ પોલીસને મળતા પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી ઉભેલા શખ્સનું નામ પૂછતાં પોતાનું નામ મહીપત માધાભાઇ કાથડ (રહે–ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર) હોવાનું જણાવતા પોલીસે તેની પાસે રહેલી બેગની તલાશી લીધી હતી જેમાંથી ઈંગ્લીશ દાની નાની મોટી કુલ ૫૨ બોટલ કી..૧૨,૪૦૦ની મળી આવતા કબ્જે કરી શખ્સને ઝડપી લઇ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે.
બીએમડબ્લ્યુ ચાલક ચેતન પીઠવા નશાની હાલતમાં પકડાયો
આજીડેમ પોલીસ સાંઈબાબા સર્કલ પાસે ચેકિંગમાં હતી ત્યારે પસાર થતી જીજે–૧૦–બી.જી.૦૦૦૧ નંબરની બીએમડબ્લ્યુ કારને રોકી ચાલકનું નામ પૂછતા પોતાનું નામ ચેતન ચંદુભાઈ પીઠવા (રહે–કૃતિ ઓનેલા લેટ નં.ઈ–૨૨૦૩, ૧૫૦ ફટ રિંગ રોડ) હોવાનું જણાવ્યું હતું. પોલીસએ ચેક કરતા ચાલક પીધેલી હાલતમાં હોવાનું જોવા મળતા અટકાયત કરી આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.
રણુજા મંદિર–ભીમનગર પાસેથી દારૂ સાથે બે શખસ ઝબ્બે
આજીડેમ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન રણુજા મંદિર પાસેથી પસાર થતા શખ્સને રોકી તલાસી લેતા કબ્જામાંથી દાના ચપલા નંગ–૩ મળી આવતા આજીડેમ ચોકડી પાસે શ્રી રામ પાર્ક શેરી નં–૨માં રહેતા અને ગેરેજ ધરાવતા રાજેશ રમણીકભાઇ સોમૈયાની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો. જયારે તાલુકા પોલીસે ભીમનગર મેઈન રોડ પરથી પસાર થતા રાજદીપ વિજયભાઈ ચૌહાણ (રહે–નીલકઠં પાર્ક, કાલાવડ રોડ, પ્રેમમંદિર પાછળ)ને દાની બોટલ સાથે પકડી પાડી ગુનો નોંધ્યો હતો.
ખોખડદળ પુલ પાસે દારૂ ભરેલી કાર ઝડપાઇ
એલસીબી ઝોન–૧ ના પીએસઆઇ બી.વી. ચુડાસમાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઇ મનપગીરી ગોસ્વામી, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા અને રવિરાજભાઇ પટગીરને મળેલી બાતમીના આધારે ખોખરદળના પુલ પાસે શિવધારા સોસાયટી શેરી નંબર ૧ ના ખૂણે જડેશ્વર વેલનાથ રોડ પરથી પોલીસે સફેદ કલરની સ્વીટ કાર નંબર જીજે ૩૬ એલ ૪૪૭૭ રેઢી પડી હોય પોલીસે આ કારની તલાસી લેતા તેમાંથી પિયા ૩૦,૦૦૦ ની કિંમતનો દાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દાનો આ જથ્થો મોબાઇલ અને કાર સહિત કુલ પિયા ૨.૯૦ લાખનો મુદ્દામાલ કબજે કરી અહીં કાર મૂકી નાસી જનાર શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગરમી યથાવત: તાપમાન ૩૮.૬ ડીગ્રી
April 24, 2025 12:29 PMદ્વારકા સહિત સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ૨૧ નદીઓ નોતરી શકે આફત
April 24, 2025 12:28 PMસરકારી જમીન પર દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબીંગ મુજબ પગલા લેવા આવેદન
April 24, 2025 12:25 PMઅનોખી ભેટ: ગોંડલમાં લગ્ન પ્રસંગે સોગાતમાં આપવામાં આવી વાછરડી
April 24, 2025 12:23 PMખંભાળિયા નજીક કારની અડફેટે યુવાનનું મૃત્યુ
April 24, 2025 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech