જામજોધપુર : કડક કાર્યવાહી કરવા માંગ
જામજોધપુર તાલુકાના બાલવા ગામે ગ્રામજનો તેમજ ગ્રાહકોની રજૂઆતને પગલે જામજોધપુર મામલતદાર વાઘેલા દ્વારા મધરાત્રે બાલવા ગામે આવેલ વિનોદ કાનજીભાઇ કનેરીયાની દુકાને તથા ગોડાઉન ઉપર દરોડો પાડતા મામલતદાર દ્વારા ચોખા, ચણા, બાજરી, ખાંડ જેવો શંકાસ્પદ જથ્થો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચચર્તિી વિગત મુજબ રેશનીંગના માલનો કાળાબજારમાં વહેચવા માહીર આ દુકાનદાર રેશનીંગનો માલ કાળાબજારમાં વહેચવા મોટું નામ ધરાવે છે. આ દુકાનદાર એકથી વધુ દુકાનનો ચાર્જ ધરાવે છે બાલવા વિસ્તારમાં ભૂતિયા કાર્ડ પણ એક તપાસનો વિષય છે. આ દુકાનદારને ત્યાં અનેક વખત પૂરવઠાના દરોડા પડ્યા છે. છતાં કોઇ નક્કર કાર્યવાહી થતી નથી. આ દુકાનદારનું લાયસન્સ પણ ટેમ્પરરી રદ્દ કરવામાં આવતું નથી કે નથી પોલીસ ફરિયાદ થતી.
જ્યારે જ્યારે બાલવા ગામે આ દુકાને રસ્તા અનાજનો દરોડો પડે અને માલ વિતરણની તારીખ બાદ વધુ સ્ટોક નીકળે તો ગુનો ગણાય છે. ત્યારે આ દુકાનદાર ઉપર કડક કાર્યવાહી ન થતી હોય તેમનું કારણ જામજોધપુર પૂરવઠા તંત્રની આવા પ્રકરણોમાં મીલીભગત હોવાની વાતો ચચર્ઇિ છે. ત્યારે પૈસા અને વગના જોરે હર વખત ભીનું સંકેલાવવા માહીર આ બાલવા ગામના દુકાનદારને ત્યાં આ વખતે કડક અધિકારીની છાપ ધરાવતા મામલતદાર વાઘેલા દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે ત્યારે આ દુકાનદાર વિઘ્ધ કડક અને દાખલાપ કાર્યવાહી થાય તેવી લોક માંગ પ્રસરી છે. રેશનીંગ કાળાબજાર કરવાનો આ માસ્ટર માઇન્ડ દુકાનદાર જાહેરમાં કહે છે કે ઉપર સુધી હપ્તા આપું છું અને આવા તો અનેક પ્રકરણો ભીના સંકેલાવ્યા છે ત્યારે કડક અધિકારીની છાપ ધરાવતા મામલતદાર આવા દુકાનદારની હવા કાઢી કડક કાર્યવાહી કરી ગરીબ જનતાનો અનાજના થતા ગોલમાલની પ્રવૃતિને ડામી દયે તેમજ સૂત્રોમાં ચચર્તિી વિગત મુજબ ગોડાઉનમાંથી હજુ પૂરવઠા તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો સીઝ કરવામાં આવ્યો નથી જે જથ્થો પણ સીઝ કરી તપાસ થવી જોઇએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech