નીટ પેપર લીક મામલે સરકાર વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શનોએ દેશમાં રાજકીય હોબાળો મચાવ્યો છે. દિલ્હીમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયત અને જંતર-મંતર પર પોલીસ કાર્યવાહી સામે કોંગ્રેસ ગઈકાલે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કાળી પટ્ટી પહેરીને મીડિયાને સંબોધિત કરી રહ્યા છે. તેઓ નીટ પેપર લીક અને કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન વિશે બોલી રહ્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, નીટનો ખર્ચ દેશના શિક્ષણ બજેટ કરતા પણ વધુ છે. લોકો શિક્ષણ બજેટ માટે આખું વર્ષ ટેક્સ ભરે છે છતાં પેપર લીક થાય છે અને એક પણ દોષીને સજા થતી નથી. છેલ્લા 10 વર્ષમાં 152 વાર પેપર લીક થયા છે. પીએમ આ અંગે માફી માગે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, પેપર લીકથી દેશના 7.5 કરોડ વિદ્યાર્થીઓને અસર થઈ છે, દેશવાસીઓ શિક્ષણ બજેટ કરતાં વધુ નીટ પર ખર્ચ કરે છે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા. પોતાની માંગણી કરી રહ્યા હતા, જે આ દેશ માટે જરૂરી છે. વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. તેઓ ખૂબ જ વધારે તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, આપણી એજ્યુકેશન સિસ્ટમ વિશ્વની શ્રેષ્ઠ એજ્યુકેશન સિસ્ટમમાંની એક ગણાય છે. શિક્ષણ વ્યવસ્થા પર કામ કરવાની જરૂર છે. વિદ્યાર્થીઓ સિસ્ટમ સુધારવાની માગ કરી રહ્યા હતા. દેશની શિક્ષણ વ્યવસ્થા આજે ગડબડ થઈ ગઈ છે. ભારત સરકારનું શિક્ષણ બજેટ 1.4 લાખ કરોડ છે. 1.32 લાખ કરોડ ભારતીય પરિવારો નીટ પરીક્ષા પર ખર્ચ કરે છે. નીટનો ખર્ચ દેશના શિક્ષણ બજેટ કરતાં વધુ છે.
વધુમાં જણાવ્યું હતું કે, બે કારણો છે, પહેલું દેશના વિદ્યાર્થીઓ રસ્તા પર છે તો વિપક્ષને પણ રસ્તા પર હોવું જોઈએ. ધરણા પર જતા પહેલા વિપક્ષ સ્પીકર પાસે ગયો, તેમની સાથે આ મુદ્દે ચર્ચાની માગ કરી. તેમણે કહ્યું કે હું સરકારને પૂછીશ. પરંતુ કોઈ ચર્ચા થઈ નહીં. આખો મુદ્દો અવગણવામાં આવ્યો. પ્રધાન એક પ્રતીક છે, જેને હટાવવું જરૂરી છે. ધર્મેન્દ્ર પ્રધાને દેશની શિક્ષણ વ્યવસ્થા નષ્ટ કરી દીધી છે. સરકારની જવાબદારી હોવી જોઈએ કે તે શિક્ષણ આપે, નોકરીઓ આપે, સારું ભવિષ્ય આપે.
અમે વિદ્યાર્થીઓના આંદોલનને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છીએ. મારા મોઢામાંથી લોહી નીકળી રહ્યું હતું, ધરણાં દરમિયાન. મેં જીતેન્દ્ર સિંહને કહ્યું હતું કે અમારી માગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, પીએમ મોદી માફી માંગે. ખરેખર, 21 જુલાઈએ પ્રદર્શન દરમિયાન જીતેન્દ્ર સિંહ રાહુલને મળ્યા હતા. જીતેન્દ્રએ આરોપ લગાવ્યો કે રાહુલ વારંવાર માંગણીઓ બદલી રહ્યા છે.