પરિણીતિ માટે રાઘવ ડઢ્ઢા સાથે સગાઇ પહેલાં વધી મુશ્કેલીઓ

  • May 03, 2023 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • આપના નેતા રાઘવ ચઢ્ઢાનું નામ પણ ઇડીની ચાર્જશીટમાં આવ્યું
  • અત્યાર સુધી પાપારાઝીઓને ખુશ રાખતી પરિણીતીનો ચહેરો ઉતરી ગયો


કેન્દ્રની ભાજપ સરકાર અને તેની તપાસ એજન્સીઓ હાથ ધોઇને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને તેની આપ પાર્ટીના સભ્યો પાછળ હાથ ધોઇને પડી છે. એક બાજુ બોલીવૂડ પરિ પરિણીતી ચોપરા તેના સપનાના રાજકુમાર સાથે ઘર વસાવવાનું પ્લાન કરી રહી હતી. સગાઇની તૈયારી જોરશોરથી ચાલી રહી હતી. ત્યારે તેના મુરતિયા રાઘવ ચઢ્ઢાનું નામ નાયબ મુખ્યમંત્રી શિસોદિયાને સંડોવતા લિકર કાંડમાં ઇડીની ચાર્જશીટમાં આવતા તેની સામે મુશ્કેલીઓ આવી પડી છે. 


સગાઇની તૈયારી વચ્ચે પરિણીતિ ચોપરા જ્યારે પણ ઘરમાંથી જ્યારે પણ બહાર નીકળે ત્યારે પાપારાઝીના કેમેરા તેને ઘેરી લે છે.  પરિણીતિ આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની સાથે લગ્નને લઈને ચર્ચામાં છે. હાલ દિવસોમાં પરિણીતિના ઘણા વિડીયોઝ સામે આવ્યા, જેમાં તે લગ્નના સવાલ કે રાઘવ ચઢ્ઢાને લઈને પૂછાયેલા સવાલ પર ઘણી બ્લશ કરતી જોવા મળી છે. પરંતુ, હવે જે વિડીયો સામે આવ્યો છે, તેમાં મામલો થોડો અલગ દેખાઈ રહ્યો છે. પરિણીતિના ચહેરાનો રંગ ઉડી ગયેલો દેખાઈ રહ્યો છે.


પરિણીતિ ચોપરા  છેલ્લા ઘણા દિવસોથી આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્નને લઈને ચર્ચામાં છે. હવે, રાઘવ ચઢ્ઢાનું નામ દિલ્હી લીકર પોલિસી કેસમાં ઈડીની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં આવ્યું છે, તે પછી પરિણીતિ કેમેરાની સામે દેખાઈ તો પાપારાઝીને ઈગ્નોર કરતી જોવા મળી. 


મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે બંનેની સગાઈ ટૂંક સમયમાં થવાની છે રોકા પછી હવે બંનેની સગાઈ ટૂંક સમયમાં થવાની છે. ઓક્ટોબરમાં બંને લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. હવે, રાઘવ ચઢ્ઢાનું નામ ઈડીની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં આવતા તેમની પૂછપરછ કરાશે. જોકે, રાહતની વાત એ છે કે, તેમનું નામ ચાર્જશીટમાં આરોપી તરીકે નથી. આ અહેવાલ બાદ હવે પહેલી વખત જ્યારે પરિણીતિ ચોપરા કેમેરાની સામે આવી તો, તેનો ચહેરો જરા ઉતરેલો જોવા મળ્યો.


પરિણીતિને આ વિડીયોમાં પાપારાઝી એ રીતે લગ્નને લઈને સવાલ કરતા દેખાઈ રહ્યા છે, જે રીતે હંમેશા પૂછે છે. દર વખતે પરિણીતિ હસીને અને ગોળગોળ કંઈક ચોક્કસ કહે છે, પરંતુ આ વખતે એવું કંઈ જોવા ન મળ્યું. હકીકતમાં વિડીયોમાં તે સવાલોને ઈગ્નોર કરતી જોવા મળી. પરિણીતિના ચહેરા પર એ રંગ જોવા ન મળ્યો, જે છેલ્લા કેટલાક સમયથી કેમેરાની સામે જોવા મળે છે



લોકોએ આ વિડીયો પર ઘણું બધું લખ્યું છે. એકએ કહ્યું કે, લગ્નમાં ઈડીવાળા આવી રહ્યા છે ગિફ્ટ લઈને, જલદી કરી લો લગ્ન. અન્ય એકએ કહ્યું- તેમના વાળા ઈડીના સ્કેનરમાં છે, લગ્ન હોલ્ડ પર. એક બીજા યૂઝરે કહ્યું કે- પહેલા દુઆ કરો કે, વરરાજાને ઈડીવાળા ન લઈ જાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application