આઠ વર્ષ જૂના કોમર્શિયલ વાહનો સ્ક્રેપ કરાવનારને આરટીઓના લેણા માફ

  • April 25, 2025 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકાર દ્રારા વાહનો ફરજિયાત ૧૫ વર્ષે સ્ક્રેપ કરવા માટે ખાસ જાહેર કરવામાં આવી છે પરંતુ કોમર્શિયલ જુના વાહનો સ્ક્રેપ કરવા માટે સરકારે ખૂબ જ મોટો નિર્ણય લીધો છે આઠ વર્ષ જુના કોમર્શિયલ વાહનો સ્ક્રેપ કરાવવામાં આવે તો તે વાહન માલિકને વિવિધ બાકી લેણા માંથી મુકિત આપવામાં આવશે આ માટેરાયમાં પાંચ ખાસ સ્ક્રેપ સેન્ટરો કાર્યરત છે આ અંગેની વિશેષ પોલિસી આગામી બે ત્રણ દિવસમાં રાય સરકાર દ્રારા જાહેર કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.



રાયમાં જુના કોમર્શીયલ વાહનોને સ્ક્રેપ કરવા માટે સરકારે ખૂબ મોટો નિર્ણય લીધો છે જેમાં ૮ વર્ષ જુના કોમર્શીયલ વાહનોને વાહન માલિક સ્ક્રેપ કરાવવા ઈચ્છે તો વાહન પર રહેલા ટેકસ અને ચલણના બાકી લેણા માફ કરી આપવામાં આવશે. આ નિર્ણયની અમલવારી ગુજરાત સ્થાપના દિવસ એટલે કે ૧મેથી કરવામાં આવશે.



રાયમાં ઉધોગો તેમજ બંદરના કારણે કોમર્શીયલ વાહનોનું પરિવહન વધારે છે જુના વાહનો માર્ગેા પર દોડતા હોય તેનાથી અકસ્માત થવાની સંભાવના વધી જાય છે આ ઉપરાંત અગાઉ સરકાર દ્રારા સ્ક્રેપ પોલીસી લાગુ કરવામાં  આવશે.



જેમાં સરકારી વાહનો ફરજીયાત ૧૫ વર્ષે સ્ક્રેપ કરાવવા સૂચના અપાઈ છે ત્યારે હવે કોમર્શિયલ વાહનો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે.હાલમાં કોઈ પોતાના બસ, ટ્રક કે ડમ્પરનું આયુષ્ય જોઈ સ્ક્રેપ કરાવવા ઇચ્છે તો ટેકસ,ચલણ સહિતના લેણા કિલયર કરાવવા પડે છે જેથી વાહનની ભંગાર કિંમત કરતા બમણી ૨કમ તો લેણા ચુકવવામાં થઈ જાય છે ત્યારે ૧ મે ૨૦૨૫ થી ગુજરાતમાં લાગુ થનાર આ નવી સ્ક્રેપ પોલીસીમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં વાહનની રજિસ્ટ્રેશન તારીખથી ૮ વર્ષ થયાં હશે અને માલિક તેને સ્ક્રેપ કરાવવા ઈચ્છે તો તેના રિકરિંગ વેરા,ઓનલાઇન ચલણ સહિતના આરટીઓના લેણા માફ થશે.



આ બાબતે આગામી દિવસોમાં વિભાગ દ્રારા સતાવાર જાહેરાત કરવામાં આવશે.આ નિર્ણયથી રાયમાં વિવિધ સ્થળોએથી જુના કોમર્શીયલ વાહનો સ્ક્રેપમાં જતા નવા વાહનોની પણ ખરીદી થવાની શકયતા વ્યકત કરવામાં આવી છે.


રાયમાં સરકાર માન્ય કુલ ૫ વાહન સ્ક્રેપ સેન્ટર કાર્યરત છે. સરકાર માન્ય કુલ ૫ વાહન સ્ક્રેપ જેમાં ૨ ખેડા તેમજ બાકીના અમદાવાદ, સુરત અને ભાવનગર અલગં રોડ પર આવેલા છે.કચ્છ રાયનો સૌથી વિશાળ તેમજ સૌથી વધારે ટ્રાન્સપોર્ટ વાહનો ધરાવતો જિલ્લો છે ત્યાં એક પણ સ્ક્રેપ સેન્ટર નથી.
ખખડધજ થયેલા કોમર્શિયલ વાહનોના કારણે રોડ અકસ્માતના બનાવો વધારે પ્રમાણમાં બને છે તેવા સંજોગોમાં રાયમાં આવા વાહનો કેવી રીતે હટાવવા એને લઈને વિચારણા હાથ ધરવામાં આવી હતી જેમાં આ કોમર્શિયલ વાહનોને આઠ વર્ષ પછી સ્ક્રેપ કરવામા આવે તો નવા કોમર્શિયલ વાહનોને પ્રોત્સાહન પણ મળી શકે
તેમ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application