રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ચેરમેન જયેશભાઇ બોઘરાના અધ્યક્ષસ્થાને મળેલી તાજેતરમાં મળેલી બોર્ડ મિટિંગમાં વિકાસકામોની દરખાસ્તો મંજુર કરાઇ હતી જેમાં બેડી યાર્ડમાં આરસીસી કરવા તેમજ જુના યાર્ડમાં પતરાનું નવું પ્લેટફોર્મ બનાવવા નિર્ણય લેવાયો હતો.
બેડી યાર્ડમાં દસેક વર્ષ પૂર્વે કપાસનું પ્લેટફોર્મ બનાવાયું હતું અને ત્યાં આગળના અંદાજિત ૨૯ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ડામરકામ કરાયું હતું હવે ત્યાં આગળ મેન્ટેનન્સની જરૂરિયાત જણાતા નવેસરથી ડામરકામ કરવાને બદલે આરસીસી વર્ક કરવા નિર્ણય કરાયો હતો, આ કામે અંદાજે રૂ.૪.૭૫ કરોડના એસ્ટીમેટ સાથે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે. ચેરમેને જણાવ્યું હતું કે આરસીસી વર્ક ખુબ ટકાઉ હોય આગામી અનેક વર્ષો સુધી ટકે તેવું આરસીસી વર્ક કરવા નિર્ણય કર્યો હતો.
જ્યારે જુના માર્કેટ યાર્ડમાં કાર્યરત શાકભાજી વિભાગમાં વીસેક વર્ષ પૂર્વે ડુંગળી રાખવા માટે અલાયદુ પ્લેટફોર્મ બનાવ્યું હતું પરંતુ હાલ તે પ્લેટફોર્મના સ્લેબમાં ધસારો લાગ્યો હોય ત્યાં આગળ મજબુત વધુ ઉંચાઈ સાથેની પતરાની છત મૂકીને રિનોવેશન કરવા નિર્ણય લેવાયો હતો જેથી સંગ્રહ ક્ષમતા વધશે અને નુકસાન અટકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMભાજપમાં હવે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે : અમિત ચાવડા
April 26, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech