પુતિનને હાર્ટએટેક આવ્યો હોવાની વાત માત્ર અફવા

  • October 25, 2023 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રશિયાએ ગઈકાલે રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી અટકળોને ફગાવી દીધી હતી. ક્રેમલિને કહ્યું કે પુતિન સંપૂર્ણપણે ફિટ છે. એક કથિત રશિયન ટેલિગ્રામ ચેનલે પુતિનના હાર્ટ એટેકની માહિતી આપી હતી ત્યારે તેમનું નિવેદન આવ્યું હતું.ક્રેમલિનના પ્રવકતા દિમિત્રી પેસ્કોવ, મીડિયા સાથે વાત કરતા, પ્રમુખ બોડી ડબલ્સનો ઉપયોગ કરતા હોવાના અહેવાલોને પણ નકારી કાઢા. તેમણે કહ્યું કે રાષ્ટ્ર્રપતિ બોડી ડબલ્સનો ઉપયોગ કરવાના સમાચાર વાહિયાત અને ખોટા છે. અહેવાલ મુજબ, એક રિપોર્ટરે રાષ્ટ્ર્રપતિને તેમના સ્વાસ્થ્ય વિશે પ્રશ્ન પૂછયો હતો. આ અહેવાલ કેટલાક પશ્ચિમી મીડિયા સંસ્થાઓ દ્રારા પ્રસારિત કરવામાં આવ્યો હતો.


પેસ્કોવે કહ્યું કે પુતિન જુડોને પસદં કરે છે અને લાંબા સમયથી એક 'એકશન મેન' તરીકેની પોતાની છબી જાળવી રાખી છે. આ મહિને ૭ ઓકટોબરે તેઓ ૭૧ વર્ષના થયા. તેમ છતાં તેઓ સભાઓ અને જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાનું રાખે છે. આમાંના ઘણા કાર્યક્રમો ટેલિવિઝન પર પ્રસારિત થાય છે. ગયા અઠવાડિયે જ પુતિનની ચીન મુલાકાતનું ટીવી પર પ્રસારણ થયું હતું. જેમાં પાછા ફરતી વખતે રશિયાના બે શહેરોમાં રોકાણનો પણ સમાવેશ થાય છે.


આ સિવાય આ વર્ષે એપ્રિલમાં પણ પેસ્કોવે પુતિનની બોડી ડબલ્સની વાતને જુઠ્ઠાણું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે પુતિનની તબિયત સારી છે. અગાઉ ૨૦૨૦ માં એક મુલાકાતમાં, પુતિને લાંબા સમયથી ચાલી રહેલી અફવાઓને નકારી કાઢી હતી કે તેણે બોડી ડબલનો ઉપયોગ કર્યેા હતો.આ પહેલા ટેલિગ્રામ ગ્રુપના સમાચાર બ્રિટિશ સમાચાર આઉટલેટસ ધ મિરર, જીબી ન્યૂઝ અને ધ એકસપ્રેસ દ્રારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. સમાચાર અનુસાર, રવિવારે રાત્રે લગભગ ૯.૦૫ વાગ્યે પુતિન તેમના બેડમના લોર પર ખાધપદાર્થેા પાસે પડેલા મળી આવ્યા હતા. યારે તેમના સુરક્ષાકર્મીઓએ અવાજ અને રાષ્ટ્ર્રપતિના લોર પર અથડાવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ મમાં પહોંચ્યા હતા. પુતિન લોર પર પડા હતા, ત્યારે તેમની આંખો ઉપરની તરફ વળેલી હતી.મમાંથી રાષ્ટ્ર્રપતિ પુતિનના ડોકટરને બોલાવવામાં આવ્યા હતા. તાત્કાલિક સારવાર મળ્યા બાદ પુતિન ફરીથી હોશમાં આવ્યા હતા. આ પછી પુતિનને બીજા મમાં લઈ જવામાં આવ્યા યાં સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application