ભારત સરકારના ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણીયાએ આસામના હૈલાકાંડી જિલ્લામાં આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ અંતર્ગત યોજનાત્મક વિકાસની સમીક્ષા માટે જિલ્લા અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠક દરમિયાન મંત્રીએ આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ગ્રામ્ય આજીવિકા અને વિત્તિય સમાવેશ જેવા મુખ્ય ક્ષેત્રોમાં જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયેલા વિકાસાત્મક પગલાંઓની માહિતી મેળવી હતી. અધિકારીઓએ વિકાસલક્ષી સિદ્ધિઓ, હાલના પડકારો અને આગળ માટેની આયોજનબદ્ધ કામગીરી વિશે વિગતો રજૂ કરી હતી.
બાંભણીયાએ વધુમાં જણાવ્યું હતુ કે દરેક સરકારી યોજના અને યોજનાઓનો લાભ તમામ વર્ગોના નાગરિકો સુધી, ખાસ કરીને આર્થિક રીતે પછાત વર્ગ સુધી પહોંચવો જરૂરી છે, જેથી તેમની આર્થિક અને સામાજિક સ્થિતિમાં સુધારો લાવી શકાય અને તેઓ ગરીબી રેખા ઉપર આવી શકે.
તેમણે હૈલાકાંડીની અનન્ય કુદરતી અને કૃષિ સંસાધનો જેમ કે બાંસ, સુપારી, ધાન અને ચા જેવા ઊપજોની વિગતો આપી અને તેમને સ્થાનિક રહેવાસીઓ માટે રોજગારી અને આવકના સ્રોતરૂપે ઉપયોગમાં લેવા પર ભાર મૂક્યો હતો. મંત્રીએ જિલ્લાના પ્રયાસોની પ્રશંસા કરી અને આકાંક્ષિત લક્ષ્યાંકોના સિદ્ધિ માટે વિભાગીય સંકલન, નવીન અભિગમો અને લોકભાગીદારી પર સતત ધ્યાન કેન્દ્રિત રાખવા માટે પ્રોત્સાહન આપ્યું. વધુમાં તેમણે કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય સહયોગ આપવાનો વિશ્વાસ પણ અપાવ્યો.દિવસ દરમિયાન મંત્રીએ લાલાબઝારમાં આવેલા ભારતીય અન્ન નિગમ (ઋઈઈં)ના ગોડાઉનની મુલાકાત લઈને ત્યાંની કામગીરીની સમીક્ષા પણ કરી હતી.આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર નિસર્ગ હિવારે તેમજ વિવિધ લાઇન વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના સાંસદના ૫૪માં જન્મદિવસ નિમિત્તે ૫૪ જેટલા વૃક્ષોનું થયુ વાવેતર
June 02, 2025 03:04 PMરેસકોર્સમાંથી સાડાત્રણ કિલો ગાંજા સાથે પકડાયેલા આરોપીની જામીન અરજી મંજુર
June 02, 2025 03:01 PMલોકો રાણીબાગમાં આવતા ટીવી જોવા!
June 02, 2025 03:01 PMરાજીવ શુક્લા બનશે BCCIના નવા પ્રમુખ, આવતા મહિને તેઓ વર્તમાન પ્રમુખ રોજર બિન્નીની જગ્યા લેશે
June 02, 2025 03:01 PMકુતિયાણાની સુદામા ડેરી પશુપાલકોને દર મહિને એક કરોડ પિયાનો ચુકવશે વધારો
June 02, 2025 03:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech