કુતિયાણાની સુદામા ડેરી પશુપાલકોને દર મહિને એક કરોડ ‚પિયાનો ચુકવશે વધારો

  • June 02, 2025 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જિલ્લામાં શ્ર્વેતક્રાંતિ લાવનારી કુતિયાણાની સુદામા ડેરીએ પશુપાલકો માટે પ્રતિ કિલો ફેટે ૩૦ ‚ા.નો ઐતિહાસિક વધારો કરીને દર મહિને એક કરોડ ‚પિયાનું વધારે ચુકવણુ કરશે તેવી જાહેરાત કરતા પશુપાલકોમાં ખુશી જોવા મળી છે.
પોરબંદરના કુતિયાણા નજીક આવેલી સુદામાડેરીના યુવા ચેરમેન ડો. આકાશ રાજશાખાના નેતૃત્વ હેઠળ દૂધના ભાવમાં ઐતિહાસિક વધારો કરીને પશુપાલકોને જબરો લાભ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવાયુ છે કે સુદામા ડેરી દ્વારા પોરબંદર જિલ્લાના પશુપાલકો માટે તા. ૧-૬-૨૦૨૫થી પ્રતિ કિલો ફેટે ‚ા. ૩૦નો ઐતિહાસિક વધારો કરી ‚પિયા ૮૩૦ પ્રતિ કિલો ફેટ કરવામાં આવેલ છે. ભેસના દૂધનો ભાવ ૫૮  ‚ા. પ્રતિ લીટર અને ગાયના દૂધનો ભાવ ૩૭ ‚ા. પ્રતિ લીટર નકકી થયો છે. 
ઉપરોકત ભાવવધારાને લીધે પોરબંદર જિલ્લાના પશુપાલકોને સુદામા ડેરી દ્વારા દર મહિને ૧ કરોડ ‚પિયાનું વધુ ચુકવણુ કરવામાં આવશે. જેને લીધે સુદામા ડેરી સાથે સંયોજિત સભાસદોને વાર્ષિક ૧૨ કરોડ ‚પિયાનું ચુકવણુ કરવામાં આવશે. સુદામા ડેરી પોરબંદર જિલ્લામાં વધુ ભાવ આપતી ડેરીમાંની એક છે. તે દૂધની ગુણવત્તા અને પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે. આ દરોનો લાભ ડેરી સાથે સંકળાયેલ તમામ પશુપાલકોને મળશે. આ નિર્ણયથી પશુપાલકોને ન્યાયસંગત લાભ મળતો રહેશે. અને તેમને વધુ પ્રેરણા  મળશે કે વધુ સારા દૂધ ઉત્પાદન માટે પ્રયત્નશીલ રહે. તેવો આશાવાદ દર્શાવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application