મિલકતવેરા ટાર્ગેટ હવે ૨૫ કરોડ દૂર: ૧૦ દિવસ અગ્નિ પરીક્ષા

  • March 20, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની આર્થિક કરોડ રૂપિયા સમી આવક મિલકતવેરાના ટાર્ગેટને આંબવા માટે વેરા વસુલાત શાખા તનતોડ મહેનત કરી રહી છે. ૩૭૫ કરોડના લયાંક સામે ૩૪૭ કરોડ જેવી રિકવરી થઈ છે. હજી દશ દિવસ દરમિયાન ૧૦થી ૧૫ કરોડ રૂપિયા જેવી આવકા થાય તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. ૨૦–૨૦ મેચમાં આખરી બે ઓવર બેટસ મેન બોલર માટે અિ પરીક્ષારૂપ છે તેમ વેરા શાખા માટે પણ ટાર્ગેટને આંબવા માટે આ ૧૦ દિવસ મહત્વપૂર્ણ કે અિ પરીક્ષા જેવા બની રહેશે
.
વેરા શાખાના સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ વર્ષ ૨૦૨૩–૨૪ માટે વેરાનો ૩૭૫ કરોડનો લયાંક નક્કી થયો હતો. એડવાન્સ વેરામાં કરદાતાઓને અપાતી ૧૦ ટકાની રાહત કે આવા લાભને લઈને એપ્રિલ–મે માસ દરમિયાન વેરાની આવક વધુ રહે છે. ત્યારબાદ વસુલી માટે વેરા શાખાએ એકિટવ થવુ પડે છે. એમાય જાન્યુઆરીથી માર્ચ ત્રણ માસ સુધી વેરા વિભાગ સતત દોડતો રહે છે.

આ વખતે મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ પણ વેરાનો ટાર્ગેટ અચિવ થાય એ માટે સતત એકિટવ રહી ટીમોને સૂચના સાથે દોડાવતા રહ્યા હોવાથી ચાલુ વર્ષ માર્ચ એન્ડ (૩૧ માર્ચ)ને દશ દિવસ બાકી છે એ પૂર્વે ગત વર્ષ કરતા ૨૨ કરોડની વધુ આવક થઈ છે. ગત વર્ષ માર્ચ પુરો થયા સુધીમાં ૩.૭૯ લાખ મિલકતધારકોએ ૩૨૫ કરોડ રૂપિયા ભર્યા હતા જેની સામે ચાલુ વર્ષે ૩૪૭ કરોડ જેવી આવક થઈ છે અને હવેના ૧૦ દિવસ ટી–૨૦ જેવા રહેશે.

આ વખતે મિલકત સીલ કરવા, ટાંચ જી નોટિસ સહિતની વેરા શાખા દ્રારા આકરી કાર્યવાહી થઈ રહી છે જેના કારણે પણ વેરાની આવકમાં સારો એવો વધારો થયો છે. ૩૭૫ કરોડના ટાર્ગેટ સુધી પહોંચવા માટે હજી ૨૩ કરોડ જેવી ઘટ છે અને માર્ચ એન્ડિંગ સુધીમાં કદાચ લયાંકની નજીક ૩૬૫ કરોડ કે જેથી વધુની રિકવરી થવાની વેરા શાખાને આશા છે. આવતા વર્ષે તો વેરા વસુલાત શાખા માટે વધુ ૩૫ કરોડનો વધારો કરાયો છે એ સાથે વર્ષ ૨૦૨૪–૨૦૨૫ માટે ૪૧૦ કરોડનો ટાર્ગેટ નક્કી કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application