ભાવનગરમાં તાપમાન વધવા છતાં સતત બીજા દિવસે વાદળછાયા વાતાવરણથી ઠાર વધ્યો હતો. સવારે મોડેથી સૂર્યનારાયણે દેખા દીધા હતા.આજે લઘુતમ તાપમાન ૧૮.૮,મહત્તમ તાપમાન ૨૭.૨ ડિગ્રી , ભેજ ૭૧ ટકા, પવનની ઝડપ ૮ કિ.મી. રહી હતી. આજે સોમવારે સવારે લઘુતમ તાપમાન ૨.૬ ડિગ્રી વધી ૧૮.૮ ડિગ્રી નોંધાવા છતાં આજે સતત બીજા દિવસે વાદળછાયા વાતાવરણના કારણે ઠાર વધ્યો હતો.મહત્તમ તાપમાન સામાન્ય ઘટીને ૨૭.૨ ડિગ્રી રહયું હતું. છેલ્લા બે સપ્તાહથી ઠંડીનું પ્રમાણ સારૂ એવું રહે છે.ઠંડીથી રક્ષણ મેળવવા લોકોએ
ગરમ કપડાં અને તાપણાનો સહારો લીધો હતો.ઠંડી સારા એવા પ્રમાણમાં વધતા ગરમ કપડાંનું વેચાણ વધ્યુ હતુ. સીઝનમાં હવે સારા પ્રમાણમાં ઠંડી અનુભવાઈ રહી છે.
શહેરનું મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નજીક રહેતા આકરી ગરમી અને સખ્ત બફારાથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. પરંતુ હવે તાપમાન ઘટતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે.આથી લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ કપડાં અને તાપણાનો સહારો લીધો છે.સવારે વોક કરનારાઓ અને કસરત કરનારાઓની સંખ્યા વધી છે.ચા - કોફી,ઉકાળા, ઘાવા વગેરેનીની ખપત વધી છે.
ઠંડીનું પ્રમાણ ખૂબ વધતા ગરમ કપડાંનું વેચાણ વધ્યુ છે.જવાહર મેદાનમાં તિબેટવાસીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરમ કપડાના વેચાણ માટે એકાદ મહિનાથી આવી પહોંચ્યા છે.છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું પ્રમાણ વધતા ગરમ કપડાંની ખરીદી માટે લોકોનો ધસારો વધ્યો છે.આથી વેપારીઓના ચહેરા પર ચમક આવી છે.
મહત્તમ તાપમાન સામાન્ય ઘટીને ૨૭.૨ ડિગ્રી રહયું હતું. ફરીથી મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.માગશર માસના ત્રીજા સપ્તાહમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે.હજી ઠંડી વધવાની સંભાવના છે.ઠંડીથી રક્ષણ મેળવવા લોકોએ ગરમ કપડાં અને તાપણાનો સહારો લીધો હતો.ગરમ કપડાંનું વેચાણ વધ્યુ છે.ઠંડી વધતા સાંજે લોકો વહેલા ઘરે પહોંચી જાય છે.
શહેરનું મહત્તમ તાપમાન ૦.૨ ડિગ્રી ઘટીને ૨૭.૨ ડિગ્રી નોંધાયું હતું.જ્યારે લઘુતમ તાપમાન ૨.૬ ડિગ્રી વધીને ૧૪ ડિગ્રી થતા અને ૮ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ટાઢોડું વ્યાપ્યું હતું.આજે સોમવારે સવારે ભેજ ૭૧ ટકા રહયો હતો. જ્યારે પવનની ઝડપ આજે સવારે ૮ કિ.મી. રહી હતી.
માગશર માસના ત્રીજા સપ્તાહમાં ઠંડી સારી એવી રહી છે.ડિસેમ્બર મહિનાના ત્રીજા સપ્તાહમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘઘટ થયા કરે છે. આ વર્ષે થોડી મોડી મોડી પણ ઠંડી પડી છે.આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કોબી બ્રોકોલી મખની', બાળકો પણ આ હેલ્ધી વાનગી ખાશે ખૂબ જ રસથી
January 24, 2025 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech