રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલના માર્ગદર્શન હેઠળ ૨૦૨૩–૨૪નાં નાણાકીય વર્ષ દરમ્યાન .૩૬૫.૪૯ કરોડની ઓલટાઈમ હાઈ વસૂલાત થઇ છે અને ૯૭.૪૬ ટકાની ઐતિહાસિક ટેકસ વસુલાતની કામગીરી થઇ છે.ઓનલાઈન ટેકસ પેમેન્ટમાં છેલ્લા પાંચ વર્ષમાં જબરદસ્ત વૃદ્ધિ થઇ છે. વર્ષ ૨૦૧૮–૧૯માં .૪૦.૭૦ કરોડની ટેકસ વસૂલાત ઓનલાઈન થઇ હતી જેની તુલનાએ વર્ષ ૨૦૨૩–૨૪માં .૧૭૫ કરોડથી વધુની વસૂલાત કરવામાં આવેલ છે.
ગત વર્ષ દરમ્યાન જુદાજુદા વિકાસકાર્યેાના લોકાર્પણ અને ખાતમુહર્તનાં કાર્યક્રમો અને તમામ વોર્ડમાં નાગરિકોને વિવિધ યોજનાઓના લાભો આપવા માટેના સેવાકીય કેમ્પનું બે રાઉન્ડમાં આયોજન કરવામાં આવેલ હતું. આવા પ્રવૃત્ત સમયગાળા દરમ્યાન પણ વેરા વસુલાત ઝુંબેશની ગતિ જળવાઈ રહે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓએ દિવસ રાત જોયા વગર સખત જહેમત ઉઠાવી હતી.
મ્યુનિ.કમિશનર આનદં પટેલએ માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, ૨૦૨૩–૨૪નાં નાણાકીય વર્ષની શઆતથી જ રાજકોટ મહાનગરપાલિકાએ ટેકસના બાકીદારો સામે કાર્યવાહી શ કરી હતી અને તેના પરિણામે લોકોમાં પણ જાગૃતિ આવી હતી અને ટેકસ પેમેન્ટનું પ્રમાણ પણ વધ્યું હતું. સાથોસાથ બાકીદારોને ટેકસ ચૂકવવા પ્રેરિત કરવા માટે મહાનગરપાલિકા દ્રારા ઝોન વાઈઝ અધિકારીઓ અને કર્મચારીઓની બનેલી ચાર ચાર ટીમો બનાવવામાં આવી હતી. ઉપરાંત વર્ષના અંતિમ ત્રિમાસિક સમયગાળા દરમ્યાન ટેકસ વસૂલાતની કામગીરીને વધુ વેગ આપવા માટે વિવિધ શાખાઓના કર્મચારીઓને જવાબદારી સુપરત કરવામાં આવી હતી.
કમિશનરએ વિશે વિગતો આપતા એમ ઉમેયુ હતું કે, નાણાકીય વર્ષ દરમ્યાન બાકીદારો સામે પ્રોપર્ટી સિલીંગ તથા નળ કનેકશન કપાત જેવા પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં ૨૧૫૧ મિલકતો સીલ કરવામાં આવી અને ૧૯૩ જેટલા નળ કનેકશન કપાત કરવામાં આવ્યા હતા.તેમણે એમ પણ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૨–૨૩માં મહાનગરપાલિકાએ . ૩૨૧.૬૨ કરોડની કુલ વસૂલાત કરી હતી. જેની સાપેક્ષમાં વર્ષ ૨૦૨૩–૨૪માં .૩૬૫.૪૯ કરોડ જેવી રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં ઓલટાઈમ હાઈ વસૂલાત કરવામાં આવેલ છે. જે આગલા વર્ષ કરતા . ૪૩.૮૦ કરોડ વધુ છે. ગઈકાલે પૂર્ણ થયેલ વર્ષમાં ૩,૯૫,૫૩૧ કરદાતાઓએ ટેકસ ચૂકવેલ છે. જયારે તેના આગલા વર્ષે ૩,૭૯,૨૭૦ કરદાતાઓએ ટેકસ ચુકવ્યો હતો. આમ આગલા વર્ષની તુલનાએ ૧૬,૨૬૧ કરદાતા વધુ છે.
આગલા પાંચ વર્ષની ટેકસ વસૂલાતનાં આંકડા પર નજર ફેરવીએ તો વર્ષ ૨૦૧૫૮–૧૯માં .૨૪૭.૨૨ કરોડ, વર્ષ ૨૦૧૯–૨૦માં .૧૮૯.૫૮ કરોડ, વર્ષ ૨૦૨૦–૨૧માં ૧૮૯.૨૩ કરોડ, વર્ષ ૨૦૨૧–૨૨માં ૨૬૨.૬૭ કરોડ અને વર્ષ ૨૦૨૨–૨૩માં ૩૨૧.૬૩ કરોડની વસૂલાત કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૨૩–૨૪ દરયાન નાગરિકોને ઓનલાઈન ટેકસ પેમેન્ટ માટે પ્રેરિત કરવા માટે છખઈ જ્ઞક્ષ ઠવફતિંફાાનો ખુબ પ્રચાર કરવામાં આવ્યો હતો. સાથોસાથ નાગરિકોને તેઓના મોબાઈલમાં મેસેજ કરીને ટેકસ પેમેન્ટનાં રીમાઈન્ડર પણ આપવામાં આવ્યા હતા. ઓનલાઈન ટેકસ પેમેન્ટમાં છેલ્લા પાંચ વર્ષમાં જબરદસ્ત વૃદ્ધિ થઇ છે. વર્ષ ૨૦૧૮–૧૯માં .૪૦.૭૦ કરોડની ટેકસ વાસૂલ્ત ઓનલાઈન થઇ હતી જેની તુલનાએ વર્ષ ૨૦૨૩–૨૪માં . ૧૭૫ કરોડથી વધુની વસૂલાત કરવામાં આવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech