રાજકોટ મહાનગર પાલિકા ટેકસ બ્રાન્ચ દ્રારા વર્ષેાથી મિલ્કતવેરો ન ભરતા હોય અને વ્યાજની મોટી રકમ ચડત થઈ ગઈ હોય તેવા આસામીઓ માટે આગામી તા.૧ એપ્રીલથી વ્યાજની ગણતરી બધં કરીને હપ્તા સિસ્ટમ અમલમાં મુકવાની યોજનાની જાહેરાત કરી છે. પરંતુ અગાઉથી જાહેરાત કરી નખાતા હવે મોટી સમસ્યા ઉભી થઈ છે કારણ કે, બાકી રહેતા ચાલુ વર્ષના ૪૦ કરોડથી વધુની ઉઘરાણી માટે સીલીંગ અને જીની કાર્યવાહી કરવા માટે જતાં ટેકસ બ્રાન્ચના અધિકારીઓને એવો જવાબ મળી રહ્યો છે કે, અમારે હપ્તા યોજનાનો લાભ લેવો છે આથી હવે સીલ મારવા નહીં દઈએ આવા જવાબો મળતા ટેકસ બ્રાન્ચ ઉંધા માથે થઇ ગઇ છે. તાબડતોબ મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી ઝડપથી યોજના શ કરવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
વિશેષમાં ટેકસ બ્રાન્ચના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ, રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વેરા વસૂલાતનો લયાંક ૪૧૦ કરોડ રાખવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં ૩૬૬ કરોડ જેવી વસૂલાત થઇ ગઇ છે ત્યારે હવે છેલ્લા દિવસોમાં બાકી વેરાની વસૂલાતને નવા વર્ષમાં શૂ થનારી ઈન્સ્ટોલમેન્ટ સ્કીમ માથાનો દુખાવો બની ગઈ હોય તેમ જાણવા મળેલ છે. આથી મનપાના પદાધિકારીઓ દ્રારા ચાલુ નાણાકીય વર્ષથી જ વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ–૨ લાગુ કરવા વિચારણા શૂ કરાઇ છે.
રાજકોટ મનપાના વેરા વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં વેરા વસૂલાતના લયાંક આડે હવે માત્ર ૪૪ કરોડનું છેટું છે પરંતુ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં બાકી વેરામાં હા સિસ્ટમને મંજૂરી અપાતા અને વ્યાજ બંધની જાહેરાત કરાતા યાં પણ ટીમો ઉઘરાણી માટે જાય છે ત્યાં હા સિસ્ટમથી નાણાં ભરવાનું બાકીદારો કહે છે. યારે હજુ મહાનગરપાલિકાની સિસ્ટમમાં હા સિસ્ટમના ઇન્સ્ટોલેશનની કામગીરી બાકી હોય તેની અમલવારી આગામી તા.૧ એપ્રિલથી જ શકય બને તેમ છે.
આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે વેરા વસૂલાત માટે જતી ટીમોને ઉઘરાણીમાં પડતી સમસ્યાની માહિતી મળી છે. હાલમાં ચાલુ નાણાકીય વર્ષથી આ સિસ્ટમ અમલી કરી શકાય તેમ છે કે કેમ તે બાબતે અભ્યાસ ચાલી રહ્યો છે અને વેરા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા–વિચારણા બાદ આખરી નિર્ણય લેવાશે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્રારા આ મુદ્દે આગામી મંગળવાર સુધીમાં નિર્ણય લઇ લેવાય તેવી પૂરતી શકયતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વેરા વસૂલાત વિભાગની ટીમો હાલમાં લયાંક માટે દોડાદોડી કરી રહી છે ત્યારે બીજીબાજુ હવે મિલકતધારકો પણ હા સિસ્ટમનો લાભ લેવા માગતા હોય તેથી બાકીદારો પાસે વેરા વસૂલાત માટે જતા અધિકારીઓ અને કર્મચારીઓને ધરમધક્કા થઈ રહ્યાનું ચિત્ર ઉપસ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ગુજરાતે કલકત્તાને 39 રને હરાવ્યું, શુભમન ગિલ રહ્યો મેચનો હીરો
April 21, 2025 11:38 PMરાજકોટમાં SOGનો સપાટો: શાસ્ત્રીમેદાનમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
April 21, 2025 09:18 PMICICI, HDFC થી લઈને YES બેંક સુધી; કઈ બેંકમાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ?
April 21, 2025 08:43 PMસુરતમાં નકલી હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ
April 21, 2025 08:37 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech