મિલકત દીઠ રૂ.2000નો વેરા વધારો ઝીંક્યો

  • January 31, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજે રાજકોટ મહાપાલિકાનું આગામી નાણાકીય વર્ષ 2025-2026નું રૂ.150 કરોડના કરબોજ સાથેનું રૂ.3112.29 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રજૂ કર્યું હતું, આ બજેટમાં અમુક જૂની યોજનાઓ આગળ ધપાવાઇ છે તો અમુક નવી પરંતુ તદ્દન સામાન્ય કક્ષાની યોજનાઓ ઉમેરાઇ છે. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ 9-30 કલાકે બજેટ રજૂ કયર્િ બાદ સવારે 10 કલાકે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા કમિશનરે જણાવ્યું હતું કે લિવેબલ રાજકોટની થીમ ઉપર તેમણે બજેટ તૈયાર કર્યું છે, અલબત્ત બજેટનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરતા એવું સ્પષ્ટ થયું હતું કે લિવેબલ રાજકોટ નહીં પરંતુ કોસ્ટલી રાજકોટ થીમ ઉપર બજેટ તૈયાર કરાયું હોય તેવું જણાય છે. મિલકતવેરાના દરમાં વધારો સૂચવાયો છે તદુપરાંત ઘરે-ઘરેથી કચરો એકત્રિત કરવા બદલ જે વેરો વસુલાય છે તેમાં પણ વધારો સૂચવાયો છે, તદઉપરાંત નવો ફાયર ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કરાયો છે. એકંદરે નવો સૂચવેલો ટેક્સ અને અગાઉથી વસૂલાતા ટેક્સમાં જે વધારો સૂચવાયો છે તેની કુલ ગણતરી કરીએ તો પ્રતિ મિલકત દીઠ રહેણાંકમાં અંદાજે ા.2,000 અને કોમર્શિયલ મિલકતોમાં તો તેથી વધુ રકમનો વધારો થાય તેવી શક્યતા છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ બજેટમાં વેરા વધારો સુચવ્યો છે તેમાં ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવાનો ચાર્જ હાલ રહેણાંકમાં રૂ.365 છે તે વધારી 1460 કરવા અને બિન રહેણાંકમાં હાલ 1430 છે તે વધારી ા.2920 કરવા સુચવ્યુ છે.
તદઉપરાંત કમિશનરએ મિલ્કત વેરામાં રેઇટ ઓફ ટેક્સ વધાર્યો છે જેમાં રહેણાંકમાં રૂ.11નો હયાત દર છે તેમાં ા.4નો વધારો કરી ા.15 કયર્િ છે અને કોમર્શિયલમાં હયાત દર ા.25 છે ા.30 કયર્િ છે.મિલકતોનો વેરો વધારી પ્રોપર્ટી ટેક્સનો વાર્ષિક ટાર્ગેટ 600 કરોડ આપ્યો છે.
રાજકોટ મહાપાલિકામાં આવક વધારવા માટે આવકના નવા સ્વતંત્ર સ્ત્રોતની શોધખોળ કરવાની જહેમત કરવાના બદલે નવો ફાયર ટેક્સ લાગુ કર્યો છે જેમાં રહેણાંકમાં પ્રતિ મિલકત દીઠ પ્રતિ ચોરસ મીટરના રૂ.15 અને બિન રહેણાંકમાં પ્રતિ ચોરસ મીટરના રૂ.25 મુજબ ફાયર ટેક્સ વસુલાશે.
એકંદરે રાજકોટવાસીઓને કોઈ ખાસ આકર્ષક નવી યોજનાની ભેટ આ બજેટમાં આપવામાં આવી નથી અને વેરા વધારો સૂચવવામાં આવ્યો છે. વહીવટી સુધારણાઓ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે અને જનતાને કોઈ નવી ભેટ આપવાનું તો દૂર પરંતુ નવા સારા સ્વપ્ન દેખાડવાનો પણ પ્રયત્ન કરાયો નથી. એકંદરે જો ભાજપ્ના શાસકો આ વેરા વધારો દૂર ન કરે અને કમિશનરે સૂચવ્યા મુજબનું બજેટ લાગુ કરવામાં આવે તો રહેણાંકમાં પ્રતિ મિલકત દીઠ સરેરાશ ા.2000 અને કોમર્શિયલમાં તો તેથી પણ વધુ રકમનો વેરો વધશે તે નક્કી છે. આગામી વર્ષ એ મહાપાલિકાનું ચૂંટણી વર્ષ હોય હવે ભાજપ્ના શાસકો આ બજેટમાંથી કેટલા વેરા દૂર કરશે અને કેટલી નવી યોજનાઓ ઉમેરશે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે આજથી જ સ્ટેન્ડિંગ કમિટીએ બજેટનો અભ્યાસ શરૂ કર્યો છે.

ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવાનો ચાર્જ હાલ રહેણાંકમાં રૂ.365 છે તે વધારી 1460 કરવા અને બિન રહેણાંકમાં હાલ 1430 છે તે વધારી રૂ.2920નો તોતિંગ વધારો સુચવ્યો

મિલ્કત વેરામાં રેઇટ ઓફ ટેક્સ વધાર્યો, રહેણાંકમાં રૂ .11ના 15 અને કોમર્શિયલમાં 25ના 30 કર્યા  મિલકતોનો વેરો વધારી પ્રોપર્ટી ટેક્સનો વાર્ષિક ટાર્ગેટ 600 કરોડ આપ્યો

નવો ફાયર ટેક્સ લાગુ કર્યો, રહેણાંકમાં પ્રતિ મિલકત દીઠ પ્રતિ ચોરસ મીટરના ા.15 અને
બિન રહેણાંકમાં પ્રતિ ચોરસ મીટરના રૂ,25 મુજબ ફાયર ટેક્સ વસુલાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application