વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા ધ્રોલ તથા જોડિયા તાલુકાના ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ
તાલીમમાં ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ તથા પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું
જામનગર તા.14 ઓક્ટોબર, વિકાસ સપ્તાહ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ અને ખેડૂત તાલીમ કેન્દ્ર જામનગર દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે ધ્રોલ અને જોડિયા તાલુકાના ખેડૂતોની પ્રાકૃતિક કૃષિનો ખેડૂત તાલીમ વર્ગ યોજવામાં આવેલ.જેમાં જામનગર જિલ્લાના મદદનીશ ખેતી નિયામક શ્રી કિરણ ભીમસેન દ્વારા પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવી અને પ્રાકૃતિક ખેતીમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરવામાં આવ્યા હતા જ્યારે મદદનીશ ખેતી નિયામકશ્રી પી.બી.પરમાર દ્વારા ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવેલ.આ તકે આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જીજ્ઞેશ બી.પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો સમજાવી તેનાથી થતા ફાયદાઓ વિશે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ હાજર રહેલ. કાર્યક્રમના અંતે હાજર રહેલ સૌ અધિકારીઓ અને ખેડૂતો દ્વારા વિકાસ શપથ લેવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી આશિષ સંઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા જિલ્લામાં આગામી ચૂંટણી અન્વયે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ
December 23, 2024 11:44 AMટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનની એઆઈ નીતિ સલાહકાર તરીકે નિયુકિત કરી
December 23, 2024 11:43 AMધ્રોલ પાસેના સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરી, સાત શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા
December 23, 2024 11:43 AMપ્રથમ વખત જીવંત કોષોને અવકાશમાં થશે પરીક્ષણ
December 23, 2024 11:42 AMખંભાળિયા નજીક આઈસર વાહનમાં લઈ જવાતા ભેંસ સહિતના 13 પશુઓને બચાવી લેવાયા
December 23, 2024 11:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech