પ્રોહિબિશનની તાલીમ લીધેલા આંદ્રેવ ડોગે મહિલાના મકાનમાંથી આથો શોધી કાઢયો

  • October 28, 2024 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં જ રાજકોટ રલ પોલીસે ધોરાજીમાં માદક પદાર્થેાની સ્પેશિયલ તાલીમ પામેલા ડોગ મારફત ઘરમાંથી ગાંજાનો જથ્થો શોધી કાઢો હતો ત્યારે હવે રાજકોટ શહેર પોલીસે પણ આ માર્ગ અપનાવ્યો છે. ભકિતનગર પોલીસ મથકના સ્ટાફે પ્રોહિબિશનની સ્પેશિયલ ટ્રેનીંગ લીધેલ આંદ્રેવ ડોગની મદદથી ઢેબર કોલોનીમાં મહિલાના મકાનમાંથી દેશી દા બનાવવાનો આથો શોધી કાઢો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, હાલમાં તહેવારોનો સમય હોય ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્રારા અપાયેલી સૂચનાના પગલે સ્ટાફે શહેરમાં સ્પેશિયલ ટ્રેનિંગ લીધેલ ડોગની મદદ લઈ દાના કેસ શોધી કાઢવા કામગીરી શ કરી છે. દરમિયાન ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.એન.વસાવા, ડોગ હેન્ડલર એ.એસ.આઈ સજુબા ઝાલાએ પ્રોહિબિશન સ્પેશિયલ ટ્રેનીંગ લીધેલ આંદ્રેવ ડોગ અને સાથે રાખી ઢેબર કોલોની મફતિયાપરા ખાતે તપાસ કરતા અહીં નારાયણનગર–૧૦ માં રહેતી કવિતાબેન વિશાલભાઈ સોલંકી (ઉ.વ ૩૦) નામની મહિલાના મકાનમાંથી દેશી દા બનાવવાનો ૮૦ લીટર આથો આંતરિક ડોગે શોધી કાઢો હતો. જેથી પોલીસે આ મહિલા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News