સખી કલબ દ્વારા સ્નેહમિલન સહિત કાર્યક્રમો યોજાયા

  • November 18, 2024 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં મહિલાઓ માટે અનેકવિધ પ્રકારની પ્રવૃત્તિ કરતી સંસ્થા સખી કલબ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સહિત કાર્યક્રમો યોજાયા હતા.
સખી કલબ ઓફ પોરબંદરના ઉપક્રમે વિક્રમ સંવંત ૨૦૮૦ને અલવિદા અને  ૨૦૮૧ને આવકારવા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં  તુલસીવિવાહને અનુલક્ષીને તુલસીજીના કુંડાના શણગારની હરિફાઇ રાખેલ તેમજ સાથે ઘરચોળા પહેરવાની  હરિફાઇ પણ રાખેલ. સાથે હાઉસી તેમજ ગેમ પણ રમાડેલ હતી. બધી હરિફાઇમાં બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલ. બધાજ વિજેતાઓને ઇનામ આપી  પ્રોત્સાહિત કરેલ.
સાથે સખી કલબ દ્વારા દરેક સભ્ય બહેનોને દિવાળીની ગિફટ આપવામાં આવી. જે ગિફટ પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી અને તેમના  કેનેડા નિવાસી  બહેન ડો. શોભનાબેન કિરણભાઇ કિરણભાઇ વિઠલાણી તરફથી મળેલ. નિર્ણાયક તરીકે ઇલાબેન ગજ્જર તથા મનીષાબેન વારાએ સેવા આપેલ. આખા પ્રોગ્રામને સફળ બનાવવા ડો. ચેતનાબેન તિવારી, મધુબેન કારીયા, કીરુબેન છાયા, ભાવનાબેન કોટક, ભારતીબેન, ‚પાબેન, અલકાબેન તથા અલ્કાબેન સામાણીએ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application