રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા અપાયેલી સૂચનાના પગલે જેતપુર ડીવાયએસપી આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ મથકના પીઆઈ એ.ડી.પરમારની રાહબરીમાં સોશિયલ મીડિયાના માધ્યામથી વેપારી, કારખાનેદાર, ઉધ્યોગપતીઓ સાથે વાતચીત કરી તેને પ્રેમજાળમાં ફસાવી, મળવા બોલાવી બાદમાં હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવતા હતાં. જે આરોપીને પકડવા જેતપુર સીટી પોલીસ મથકના કોન્સ્ટેબલ મીરલભાઈ ચંદ્રવાડીયાએ હ્યુમનસોર્સ તથા ટેનીકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી મહિલા આરોપી પ્રિયંકા ઉર્ફે પીયુ હંસરાજ ગીણોયા (મુળ રહે. ખરેડી, કાલાવડ, હાલ રહે.એ.જી.ચોક, પુષ્કરધામ, રાજકોટ) ને પકડી પાડી રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા એક દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કર્યા છે.
ઝડપાયેલી મહિલા આરોપી અને તેની સાથેની 11 શખસોની ટોળકી સાથે મળી વેપારીને હનીટ્રેપમાં ફસાવતા હતા. જેમાં જેતપુર સિટીમાં રહેતા એક વેપારીને સાથે મહિલાએ મીઠી મીઠી વાતો કરી જેતપુર બહાર મળવા બોલાવી રૂપિયા 1.45 લાખ પડાવી લીધા હતા. ઝડપાયેલી મહિલા વિરુદ્ધ જેતપુર સીટી પોલીસ ઉપરાંત જામકંડોણા અને ભેંસાણ પોલીસ મથકમાં પણ હનીટ્રેપના ગુના નોંધાયેલ છે.
પ્રિયંકાએ આપેલી ગુનાની કબૂલાત
પ્રિયંકા અને તેની ટોળકીએ ૧૦ માસ પહેલા મોરબીના સીરામીકના ઉધ્યોગપતિને પ્રેમજાળમાં ફસાવી રૂપીયાની માંગણી કરી હતી એક વર્ષ પહેલા મોરબીના એક ઉદ્યોગપતીને પ્રેમજાળમાં ફસાવી રૂપીયાની માંગણી કરી હતી. ૧ વર્ષ પહેલા રાજકોટના એક કારખાનેદારને જેતપુર બોલાવી તેની પાસે રૂપીયાની માંગણી કરેલ, ૧૫ માસ પહેલા મોરબીના બે વ્યકિતઓને જેતપુર ખાતે બોલાવી તેની પાસે રૂપીયાની માંગણી કરી હતી, ૮ માસ પહેલા વાંકાનેરના વેપારીને હનીટ્રેપમાં ફસાવયા હતાં.
ટોળકીના અન્ય સાગરીતોના નામ ખુલ્યા
આ ટોળકીમાં સામેલ અન્ય સાગરીતોના નામ ખુલ્યા છે. જેમાં વિપુલભાઇ ઉર્ફે નાગરાજ જેઠા ભરવાડ (રહે. શેરી નંબર-૧૬, ખોડીયાર પરા, ૧૫૦ ફુટ રીંગ રોડ, ગોંડલ ચોકડી, રાજકોટ), સવજી ઉર્ફે સાગર રામજીભ ડુંગા (રહે.મવડી ચોકડી, રાજકોટ), જાનવીબેન ઉર્ફે જાનુ મિલન પંચોલી (રહે. શેરી નંબર-૦૩, રામાપીર ચોકડી પાસે, શ્યામનગર, રાજકોટ), પુજાબેન ગોપાલ સિધ્ધપુરા, ગોપાલભાઇ ગીરધર સિધ્ધપુરા (રહે. બંને માર્કેટ યાર્ડ પાસે, બેડીગામ), વિજય ઉર્ફે જાડીયો સિંધા જોગડીયા (રહે. બેડી), વિશાલ ઉર્ફે રાધે ભીખા પરમાર, (રહે. આજી ડેમ પાસે, રાજકોટ), આશીષ જયસુખ વેકરીયા, (રહે. ધારી), રોહીત વીરજી રાઠોડ (રહે. મવડી પ્લોટ, રાજકોટ), પ્રિયંકા ઉર્ફે પીયુ હંસરાજ ગીણોયા (મુળ રહે. ખરેડી,કલાવડ, હાલ રહે. રાજકોટ) અને નીલેશ કનુ ચૌહાણ (રહે. ગામ-કાથરોટા, ધારી) નો સમાવેશ થાય છે.