એક્ટ્રેસના ભાઈ સિદ્ધાર્થની રોકા સેરેમની નીલમ સાથે યોજાઈ
બોલિવુડમાં લગ્નનો સિલસિલો ચાલી રહ્યો છે અને જો પ્રિયંકા ચોપરાના પરિવારની વાત કરીએ તો પરિણીતી ચોપરાના લગ્ન બાદથી એક પછી એક નવા સેલિબ્રેશન થઈ રહ્યા છે. હવે પ્રિયંકા ચોપરાના ભાઈની રોકા સેરેમની કરાવામાં આવી છે. તેણે તેની ગર્લફ્રેન્ડ નીલમ ઉપાધ્યાય સાથે રોકા સેરેમની કરી છે.
પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરા વિશે સમાચાર આવી રહ્યા છે કે તે જલ્દી લગ્ન કરવા જઈ રહ્યો છે. સિદ્ધાર્થે ઈન્સ્ટાગ્રામ પર તેની ભાવિ પત્ની સાથેના ફોટા શેર કરીને રોકા સેરેમનીની જાહેરાત કરી છે. સિદ્ધાર્થે ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ નીલમ ઉપાધ્યાય સાથે રોકા સેરેમની કરી છે. ઘણા વર્ષોથી તેમના લિંક-અપના રિપોર્ટ સામે આવી રહ્યા છે પરંતુ તેઓ હંમેશા તેને નકારી રહ્યા છે. હવે નીલમ પ્રિયંકા ચોપરાની ભાભી બનવા જઈ રહી છે.
નીલમ ઉપાધ્યાય અને સિદ્ધાર્થ ચોપરાએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રોકા સેરેમનીની તસવીરો શેર કરી છે. તેમાં જોઈ શકાય છે કે કપલ એકબીજા સાથે ખુશ જોવા મળી રહ્યું છે.બંનેની જોડી શાનદાર લાગી રહી છે.
સિદ્ધાર્થ ચોપરાએ અગાઉ ઈશિતા કુમાર સાથે સગાઈ કરી હતી. બંને લગ્ન કરવાના હતા, પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. આ પછી ઈશિતા કુમાર અને સિદ્ધાર્થની સગાઈ તૂટી ગઈ હતી. વર્ષ 2020માં પ્રિયંકા ચોપરા પણ તેના ભાઈના લગ્નમાં હાજરી આપવા માટે ભારત આવી હતી, પરંતુ જ્યારે તે પોસ્ટપોન રાખવાના સમાચાર સામે આવ્યા હતા.
સિદ્ધાર્થ ચોપરા તેના જીવનના નવા તબક્કાને લઈને એક્સાઈટેડ છે. નીલમ ઉપાધ્યાય સાથે તેની સગાઈ થઈ છે. તમને જણાવી દઈએ કે નીલમ ઉપાધ્યાય દક્ષિણ ભારતની જાણીતી એક્ટ્રેસ છે. તેને વર્ષ 2012માં તેલુગુ ફિલ્મ 'મિસ્ટર 7'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. એટલું જ નહીં એક્ટ્રેસે કેટલીક તમિલ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એક્ટ્રેસના ઈન્સ્ટાગ્રામ પર 21 મિલિયન ફોલોઅર્સ છે.
પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને કપલને અભિનંદન પાઠવ્યા છે. તસવીરમાં એક્ટ્રેસ લાલ સાડીમાં જોવા મળી રહી છે અને નિક પણ એથનિક સ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહુવાના સેંદરડા ગામે મંદિરમાં ચોરીના ઈરાદે આવેલા શખ્સોએ કર્યો ગોળીબાર
June 05, 2025 03:30 PMશહેરમાં ગરમી ઘટી પરંતુ ભેજ વધતા બફારાથી લોકો ત્રસ્ત
June 05, 2025 03:25 PMહાદાનગરના કોરોના પોઝિટીવ દર્દીનું બ્રેઇનડેડથી નિપજ્યુ મોત
June 05, 2025 03:17 PMસાઇબર ક્રાઇમના ગુન્હામાં હિરલબા જાડેજાની જામીન અરજી ફગાવાઇ
June 05, 2025 03:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech