સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ફરી તેજી જોવા મળી છે. જુલાઈના નીચા સ્તરથી, તે ૭ ટકાથી વધુ મજબૂત થયો છે એટલે કે, આશરે . ૫ હજાર પ્રતિ ૧૦ ગ્રામ સુધીની મજબૂતી આવી ચૂકી છે. ભાવમાં હજુ વધારો થવાની શકયતાઓ છે. એમસીએકસ પર સોનાનો બેન્ચમાર્ક ઓકટોબર કોન્ટ્રાકટ મંગળવાર ૨૦ ઓગસ્ટના રોજ વધીને ૭૨,૨૭૨ની ઐંચી સપાટીએ પહોંચ્યો હતો. આ ૨૫ જુલાઈના નીચા સ્તર કરતાં ૭ ટકા એટલે કે ૭ હજાર પિયા પ્રતિ ૧૦ ગ્રામ વધુ છે. હાલમાં એમસીએકસ પર સોનાનો ભાવ ૭૨ હજાર પિયા પ્રતિ ૧૦ ગ્રામથી વધુ છે.
આ પહેલા કેન્દ્રીય બજેટ ૨૦૨૪માં આયાત ડૂટીમાં કાપ મુકાયા બાદ સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ ૭ હજાર પિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. બજેટ બાદ ૨૫ જુલાઈના રોજ, સ્થાનિક વાયદા બજાર એમસીએકસ પર ભાવ ઘટીને . ૬૭,૪૦૦ની નીચી સપાટીએ આવી ગયા હતા. ગત મહિને ૨૩ જુલાઈએ રજૂ થયેલા સામાન્ય બજેટમાં સોના પરની આયાત ડૂટી ૧૫ ટકાથી ઘટાડીને ૬ ટકા કરવામાં આવી હતી. આ સિવાય વૈશ્વિક બજારમાં મંદીના કારણે પણ સ્થાનિક ભાવ પર દબાણ જોવા મળ્યું હતું.
એમસીએકસ પર સોનાના બેન્ચમાર્ક ઓગસ્ટ કોન્ટ્રાકટે ૧૮ જુલાઈ, ૨૦૨૪ના રોજ રેકોર્ડ બનાવ્યો હતો. તે દિવસે ઇન્ટ્રા–ડે ટ્રેડિંગમાં બેન્ચમાર્ક ઓગસ્ટ યુચર્સ કોન્ટ્રાકટ વધીને . ૭૪,૫૩૮ પ્રતિ ૧૦ ગ્રામની નવી ઓલ–ટાઇમ હાઈએ પહોંચ્યો હતો.
વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડ વધારો સ્થાનિક ભાવને ટેકો આપી રહ્યો છે. આ ઉપરાંત અમેરિકી ડોલર સામે પિયામાં ચાલી રહેલી નબળાઈએ પણ સોનાના ભાવને ટેકો આપ્યો છે. વૈશ્વિક બજારમાં ૨૦ ઓગસ્ટના રોજ સ્પોટ ગોલ્ડ ૨,૪૩૧.૬૦ ડોલર પ્રતિ ઔંસની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. યારે બેન્ચમાર્ક યુએસ ઓકટોબર કોન્ટ્રાકટ વધીને ૨,૫૫૮ ડોલર પ્રતિ ઔંસની સર્વકાલીન ઐંચી સપાટીએ પહોંચ્યો હતો. વૈશ્વિક સ્તરે આ વર્ષે અત્યાર સુધીમાં સોનું ૨૨ ટકા (લગભગ ૫૦૦ ડોલર પ્રતિ ઔંસ)થી વધુ મજબૂત બન્યું છે.
અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો થવાની શકયતાને પગલે હાલમાં સોનામાં અદભૂત ઉછાળો જોવા મળી રહ્યો છે. યુએસ ડોલર અને બોન્ડ યીલ્ડમાં નબળાઈ પણ કિંમતોને અમુક અંશે મદદપ થઈ છે. યુએસ ડોલર ઇન્ડેકસ મંગળવારે તેના ૭ મહિનામાં સૌથી નીચા સ્તરે આવી ગયો હતો. છેલ્લા એક મહિનામાં લગભગ ૩ ટકાની નબળાઈ જોવા મળી છે. ૧૦–વર્ષના યુએસ બોન્ડ યીલ્ડમાં પણ સમાન સમયગાળા દરમિયાન અંદાજે ૫૦ બેસિસ પોઈન્ટસનો ઘટાડો થયો છે.
અગાઉ એપ્રિલ અને મે મહિનામાં પણ સોનાના ભાવ અનેક વખત ઉપરના સ્તરે પહોંચ્યા હતા. તે દરમિયાન પણ જૂનમાં વ્યાજ દરમાં ઘટાડો થવાની શકયતા વધી ગઈ હતી. પરંતુ આ શકયતા નબળી પડતા મે અને જૂનના છેલ્લા સાહમાં ભાવમાં કરેકશન જોવા મળ્યું હતું. જૂનના પ્રથમ પખવાડિયામાં વૈશ્વિક બજારમાં સોનું ૨,૩૦૦ ડોલરની નીચે આવી ગયું હતું. હાલમાં બજારમાં એવી પ્રબળ સંભાવના છે કે અમેરિકાની સેન્ટ્રલ બેન્ક સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરોમાં ૨૫ બેસિસ પોઈન્ટ એટલે કે ૦.૨૫ ટકાનો ઘટાડો કરી શકે છે. જો અમેરિકામાં વ્યાજદર ઘટશે તો સોનાને વધુ ટેકો મળવાની આશા છે. સોના પર કોઈ વ્યાજ નથી, તેથી વ્યાજ દરો ઘટવાથી રોકાણ તરીકે આ સંપત્તિ વર્ગની માંગ વધે છે.
જો અમેરિકા અને અન્ય વિકસિત દેશોમાં વ્યાજદરમાં ઘટાડો થાય તો કદાચ સોનામાં સ્પષ્ટ્ર અને ટકાઉ તેજીની સ્થિતિ આવી શકે છે. જો વિકસિત દેશોની સેન્ટ્રલ બેંકો આવા પગલા ભરે તો પશ્ચિમી દેશોના રોકાણકારોનો ઝોક ફરી સોના તરફ વધી શકે છે. પાછલા ઓકટોબરથી સોનાના ભાવમાં થયેલા અદભૂત વધારાથી પશ્ચિમી દેશોમાં છૂટક રોકાણકારો વધુ કે ઓછા અસ્પૃશ્ય રહ્યા છે. ખાસ કરીને ઈટીએફ ડેટા પુષ્ટ્રિ કરે છે કે, પશ્ચિમી દેશોમાં રિટેલ રોકાણની માંગની સ્થિતિ નબળી છે. નિષ્ણાતો માને છે કે, સોનાના ભાવમાં વધુ ઉછાળા પાછળ પશ્ચિમી દેશોના રોકાણકારો મોટી ભૂમિકા ભજવી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિયાળામાં તમારા ચહેરા પર ઈચ્છો છો ગુલાબી નિખાર તો ઘરે જ બનાવો આ 5 પ્રકારના નેચરલ ટોનર
December 11, 2024 08:01 PMસંગીત સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન, સંગીત જગતમાં શોકનું મોજું
December 11, 2024 07:45 PMરાજકોટ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જળસંચય જન ભાગીદારી બેઠક યોજાઇ
December 11, 2024 07:44 PMરાજ્ય સ્તરની ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે આ તારીખે...
December 11, 2024 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech