હાઇકોર્ટ રોડ,ઘોઘાગેટ અને જમાદારશેરીમાં દબાણ હટાવાયા

  • November 03, 2023 01:39 PM 

મહાપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા આજે અતિગીચ અને સતત ભારે ટ્રાફિકવાળા હાઇકોર્ટ રોડ, ઘોઘાગેટતેમજ જમાદારશેરી સહિતના વિસ્તારોમાં અડચણરૂપ નાના-મોટા દબાણો હટાવાયા હતા.


તંત્ર દ્વારા આજે હાઇકોર્ટરોડ, ઘોઘાગેટ અને જમાદારશેરી સહિતના વિસ્તારોમાં લારી, ગલ્લા, ટેબલ તેમજ કાઉન્ટર સહિતના રાહદારીઓ અને વાહનચાલકો માટે અડચણરૂપ બન્યા હોય હટાવી તમામ માલ-સામાન જપ્ત કરાયો હતો. આ ઉપરાંત આડેધડ પાર્ક કરવામાં આવેલા વાહનોને લોક મારી વાહનધારકો પાસેથી ૪હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારો ઢૂંકડા છે. ત્યારેખરીદી માટે બઝારમાં લોકોની ભારે ભીડ થતી હોય હાઇકોર્ટ રોડ, ઘોઘાગેટ તેમજ મુખ્ય બઝાર (એમજી રોડ) અને જમાદારશેરી સહિતના વિસ્તારોમાં નાના-મોટા દબાણોને પગલે લોકોને ભારે મુકશેલી પડતી હોય આજે મ્યુ. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ કામગીરીથી લોકો તેમજ વેપારીઓમાં રાહત ફેલાઈ છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application