રાજકોટ શહેરના મુખ્ય બજાર વિસ્તાર લાખાજીરાજ માર્ગ અને ધર્મેન્દ્ર રોડ ઉપર બેફામ દબાણો હોવાની ગઇકાલે વિવિધ વેપારી એસોસિએશન દ્રારા ધારાસભ્યોની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરાઇ હતી, આ રજુઆત બાદ ગત સાંજથી જ કડક ચેકિંગ શ કરી લારી–ગલ્લા ધારકોને ખસેડવા કાર્યવાહી શ કરાઇ હતી. દરમિયાન આજે સવારથી વિજિલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ દબાણ હટાવ શાખાની બે ટીમ ત્રાટકતા પાથરણાવાળા, ફેરિયા અને લારી ગલ્લા ધારકો સહિતના દબાણકર્તાઓમાં નાસભાગ મચી ગઇ હતી. હાલ કોઇનો માલ સામાન જ કરાતો નથી, ફકત ચેતવણી અપાઇ રહી છે પરંતુ આવતીકાલ સુધીમાં દબાણો દૂર નહીં કરાય તો માલ સામાન જ કરવાનું પણ શ કરાશે. વેપારીઓને પણ ફટપાથ ઉપરથી સ્ટેચ્યુ સહિતનો માલ સામાન ખસેડી લેવા તાકિદ કરાઇ છે. વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે આજે સવારથી દબાણ હટાવ ટીમ બે વાહનો સાથે બજારમાં તૈનાત કરાઈ છે તેમજ વિજિલન્સ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ અપાયો છે અને બજારમાં ચેકિંગ રાઉન્ડ સતત ચાલુ છે.
ફેરિયાઓ રોડ ઉપર ન બેસવા અને વેપારીઓને પણ ફૂટપાથ ઉપર દબાણ ન કરવા ચેતવણી અપાઇ રહી છે.
લાખાજીરાજ રોડથી શ કરી ધર્મેન્દ્ર રોડ અને ત્યાંથી આગળ ગુજરી બજાર સુધી ચેકીંગ ચાલી રહ્યું છે. વેપારીઓને દુકાનનો માલ ફટપાથના બદલે દુકાન અંદર રાખજો તેવી કડક તાકિદ કરાઇ છે
ફેરિયાઓને લાખાજીરાજ પ્રાથમિક સ્કૂલ ગ્રાઉન્ડમાં બેસવા મંજૂરી
મુખ્ય બજારમાં રોડ તેમજ ફટપાથ ઉપર દુકાનો આડે બેસતા ફેરિયાઓને હવે નજીકમાં જ આવેલી લાખાજીરાજ સ્કૂલના ખાલી પ્લોટમાં બેસવા દેવાશે તેવો નિર્ણય કરાયો છે અને ટૂંક સમયમાં તેની અમલવારી શ કરાશે
બજાર વિસ્તારમાં આડેધડ વાહન પાકિગથી સર્જાતી ટ્રાફિક સમસ્યા
લાખાજીરાજ માર્ગ, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, દિવનપરા મેઇન રોડ સહિતની મુખ્ય બજારોમાં દબાણ હટાવ ટીમ ત્રાટકી ત્યારે રોડ ઉપર આડેધડ વાહન પાર્ક કરેલા નજરે પડા હતા અને દૂર દૂર સુધી કયાંય ટ્રાફિક પોલિસ જોવા મળી ન હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech