વનાણા ના ટોલનાકાના પ્રશ્ર્નનો નિવેડો લાવવા વિડિયો કોન્ફરન્સમાં થઈ રજૂઆત

  • March 28, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર મહાનગરપાલિકા બની ગયું છે તેમ છતાં વનાળાનું ટોલ નાખવું અસ્તિત્વમાં છે તેથી તેને દૂર કરવા સહિત વિવિધ પ્રશ્ર્નો એ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી આગેવાનોએ રજૂઆત કરી હતી
પોરબંદરના જાણીતા સામાજિક કાર્યકર્તા સુરેશભાઈ સિકોત્રા દ્વારા નેશનલ હાઈ વે ઓથોરિટી ની રાજકોટ શાખામાં જાહેર માહિતી અધિકાર નિયમ ૨૦૦૫ મુજબ માહિતી માગવામાં આવી હતી જેની વિગતમાં નરસંગ ટેકરી અને રાજીવ નગર હાઈવે સર્વિસ રોડ રસ્તા અને ગટરની સફાઈ અને જાળવણી બાબતે તેમજ હાઇવે નંબર ૨૭ પોરબંદર થી શરૂ થતા બંને બાજુના સર્વિસ રોડ ક્યારે રિપેર થયા તેની એજન્સી ની વિગત ઉપરાંત ગટરની હાલની તાજેતરની સ્થિતિ અને જાળવણી પ્રક્રિયા અને એના માટે એના જવાબદારોના નામ પણ જણાવવા એમ માહિતી માંગી હતી.પોરબંદરથી આગળ વનાણા ટોલનાકા ૨૦૦૯ મા બન્યા પછી ટોટલ આવક ની માહિતી અને ટોલ રોડ બનાવવા માટે કુલ ખર્ચની વિગત અને ટોલનાકા ના નિયુક્ત જવાબદાર એજન્સી સ્ટાફનું નામ અને મોબાઈલ નંબર ની માહિતી પણ માંગવામાં આવી પોરબંદર મહાનગરપાલિકા જાહેર થતાં ટોલનાકા વિસ્તાર મહા નગરપાલિકાના હદમાં આવે છે આ રીતે કોર્પોરેશનની હદમાં ટોલના ચલાવી શકાય કે કેમ અને કોર્પોરેશનમાંથી આવતા જતા લોકો પાસેથી કેટલો ટોલટેક્સ ઉઘરાવ્યો તે માહિતી માગવામાં આવી હતી. 
પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા દ્વારા પણ પત્ર લખી અને આ ટોલનાકું પોરબંદર મહાનાગપાલિકા લીમીટ ની અંદર તેથી તાત્કાલિક અસર થી આ ટોલનાકું હટાવવા માટેની અને પોતાનીજ હદમાં પોતાને જ ટોલટેક્સ ભરવો પડે એ તો આશ્ચર્યજનક ગણાય એવી રજૂઆત ઓથોરિટીને કરવામાં આવી છે.
નરસંગ ટેકરી રાજીવનગરની ગટર નું હંગામી ધોરણે ગત ચોમાસામાં સફાઈ કામ કરવામાં આવેલ પણ તે કારગત નીવડ્યું નથી માટે રજૂઆતો કરીને અને હવે આરટીઆઇના માધ્યમથી આ પ્રશ્ન ઉકેલાઇ જશે એવી અપેક્ષા સાથે ખુલાસો માગવામાં આવેલ ઉપરાંત એક કાયમી જૂની ગટર જે અસ્માવતી રિવરફ્રન્ટ પાસે આવેલ કર્લી ખાડીમાં જાય છે તેની હાલની સ્થિતિનું પણ આ આરટીઆઈ માં સમાવેશ કરવામાં આવેલપરંતુ મોટાભાગના પ્રશ્નોનો ના ટૂંકા જવાબ, અધુરી માહિતી વારા અને સંતોષકારક ના હોય આ કારણે સુરેશભાઈ સિકોતરા ને આ જવાબ થી જરૂરી માહિતી ન મળતા અને સંતોષજનક ન લાગતા તેમણે ગાંધીનગર જનરલ મેનેજર (ટેક) ને એક અપીલ દાખલ કરવામાં આવી જેમાં તેમણે વિગતવાર જવાબો આપવા માટે આગ્રહ કર્યો હતો
તેના ત્વરિત જવાબમાં નેશનલ ઓથોરિટીના પ્રોજેક્ટ ડિરેક્ટર રાજકોટ ઓફિસ દ્વારા સુનીલ યાદવ જનરલ મેનેજર ટેકનિકલ કમ રીજનલ ઓફિસર સાથે તાત્કાલિક અસરથી વિડિયો કોન્ફરન્સ નું આયોજન કરાતા નેશનલ હાઈવે ઓથોરિટી ના અધિકારીઓ સાથે સુરેશભાઈ સિકોતરા અને કેતનભાઇ દાણીએ વિસ્તૃત ચર્ચા કરતા નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા માંગેલ માહિતી અધુરી અને અપૂરતી ઉપરોક્ત અપીલ અધિકારી ને ધ્યાને આવતા તેમના દ્વારા રાજકોટ  પ્રોજેક્ટ ડાયરેક્ટર ને સંતોષકારક માહિતી આપવા સુચના આપેલ છે અને આ સર્વિસ રોડ ઉપર આવેલ વરસાદી પાણી ના નિકાલ ની ગટર ની યોગ્ય સાફ સફાઈ કરી ને સંપૂર્ણ રીતે આ ગટર નુ રીનોવેશન રીપેરીંગ કરવાની સુચના આપેલ છે નો ઉકેલ આવે એવી શક્યતાઓ ની સંભાવના વધી ગઈ છે ખાસ કરીને સર્વિસ રોડ અને ગટર બાબતે કેટલીક વધુ સ્પષ્ટતા કરી જણાવાયું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી, કલેકટર ઓફિસ અને મ્યુ. કોર્પોરેશન આ ત્રણેય મળીને ટૂંક સમયમાં બેઠક ગોઠવી કાયમી ઉકેલ લાવવા અને તાત્કાલિક કામ શરૂ કરાવવા જે પણ કંઈ જરૂરિયાત હોય તે ગોઠવવા નેશનલ હાઈવે ઓથોરિટી સંમત થયું છે 
ટોલટેક્સ બાબતમાં ડેઇલી પાસ અને માસિક પાસ બાબતે તેઓ ટોલનાકા ની એજન્સી સાથે ચર્ચા કરશે અને યોગ્ય નિકાલ લાવશે પોરબંદર ની હદમાં ટોલનાકા પછી નવી શરૂ થયેલ મેડિકલ કોલેજ માટે ખાસ કેસ તરીકે નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી રાણાવાવ કુતિયાણા તરફ થી હાઇવે ઉપર થી સીધીજ એન્ટ્રી મળે તે માટે ની યોગ્ય વવ્યસ્થા કરવાની સુચના આપવા માં આવી છે.  અન્ય પ્રશ્ન બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી પોરબંદરના જીલ્લા ના ચુંટાયેલા આગેવાનો તેમજ જીલ્લા ભાજપ સંગઠન દ્વારા ઓથોરિટી સાથે ચર્ચા વિચારણા કરી ટોલનાકા બાબતે ના નિવારણ લાવવા પ્રયત્ન કરશે.અને આ બાબતે આ પ્રશ્ન ઉઠાવનાર સામાજિક આગેવાન સુરેશભાઈ સિકોતરા અને જાણીતા એડવોકેટ કેતનભાઇ દાણી નો  ઓથોરીટી દ્વારા તેઓએ સહકાર માંગ્યો છે અને નજીકના ભવિષ્યમાં જ્યારે આ તમામ પ્રશ્નોના અભ્યાસ અને હલ કરવા માટે એક ટીમ વ્હેલી તકે પોરબંદરની મુલાકાત લેશે ત્યારે આ બંને સામાજિક કાર્યકર્તા પ્રતિનિધી ને પણ સાથે રાખશે અને તમામને સંતોષ થાય અને સુવિધા મળે તે માટે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારોએ આ કોન્ફરન્સમાં ખાત્રી આપી હતી 
વિડિયો કોન્ફરન્સ દરમિયાન જે જે પ્રશ્નો કરવામાં આવ્યા તેમના જવાબ તે હાલ પૂરતા સંતોષ રાખી નેશનલ હાઈવે નો હકારાત્મક રવૈયા માટે અધિકારીઓનો આભાર માનતા એક નિવેદનમાં સુરેશભાઈ સિકોત્રા અને કેતનભાઇ દાણીએ જણાવ્યું હતું કે સૌના સહકારથી આ પ્રશ્ન ઉકેલ વા માટે એક પણ કાંઈ જરૂર પડે તે માટે પોરબંદર કોર્પોરેશન કલેક્ટર ઓફિસ અને અન્ય એજન્સી તથા પ્રજાજનનો સહકાર મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application