સુરતમાં રાજસ્થાની નૃત્ય ઘુમ્મરના અલૌકિક દર્શનનો નજારો જોવા મળ્યો હતો. રાજસ્થાની સમાજ સમાજ દ્વારા સુરતના ગડોદરામાં 12 હજાર માતા-બહેનો દ્વારા પરંપરાગત ડ્રેસમાં એકસાથે એક તાલે ઘુમ્મર નૃત્ય કરવામાં આવ્યું હતું, આ નૃત્યનને ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. વર્લ્ડ રેકોર્ડ નોંધાતા જ માતાઓ અને બહેનોમાં ખુશીનો પાર રહ્યો નહોતો.
સુરતમાં રાજસ્થાનના લોકો સૌથી મોટી સંખ્યામાં રહે છે. કાપડ માર્કેટ સાથે સંકળાયેલા લોકો અહીં પોતાના વતન રાજસ્થાન દિવસની ખૂબ મોટાપાયે ઉજવણી કરે છે. અને તેમાં પણ આ વખતે તેઓએ અનોખું આયોજન કર્યું હતું. ગુજરાતના ગરબાની જેમ રાજસ્થાનની ઓળખ તેનું પારંપરિત ઘુમ્મર નૃત્ય છે. ગોડાદરા સ્થિત મરુધર મેદાનમાં પહેલીવાર એકસાથે 12,000 બહેનો અને માતાઓ ઘુમ્મર નૃત્ય રજૂ કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો હતો.
ઘુમર નૃત્યનો જયપુરનો રેકોર્ડ સુરતમાં તૂટ્યો
આ પહેલાં રાજસ્થાનના જયપુરમાં 6,000 બહેનો દ્વારા ઘુમ્મર નૃત્યનો રેકોર્ડ હતો, જે સુરતમાં તોડી નાખવામાં આવ્યો છે. આ ગ્રાન્ડ ઈવેન્ટમાં રાજસ્થાનની સાંસ્કૃતિક સમૃદ્ધિને ઉજાગર કરવામાં આવી હતી અને વિશ્વમાં ગુજરાતી-રાજસ્થાની એકતાનું અનોખું પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનથી આ કાર્યક્રમમાં રાજસ્થાનનાં કાલબેલિયા ફોક નૃત્યનાં સ્પેશિયાલિસ્ટ આસા સપેરા આવ્યાં હતાં. જેનાં ઘુમ્મર નૃત્યનાં સ્ટેપને બહેનોએ અનુસર્યા હતા, સાથે બોલિવુડના ફોક ગાયકો પણ હાજર રહ્યા હતા.
12000 લોકોએ એકસાથે ગંગા આરતી પણ કરી
ગઈકાલે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો હતો ત્યારે 12000 લોકોએ એકસાથે ગંગા આરતી પણ કરી હતી, જે એક નવો કીર્તિમાન બન્યો હતો. બનારસના ગંગા ધાટથી આરતી કરાવવા ખાસ 11 પંડિતો સુરત આવ્યા હતા અને ગંગા મૈયાની આરતી કરાવી હતી. સાથે જ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા જળ બચાવો સંકલ્પ અભિયાન હેઠળ વિશાળ જનમેદનીને શપથ લેવડાવવામાં આવ્યા હતા, અંદાજે 2 લાખ લોકો એકસાથે પાણી બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech