સલાયા: ચૈત્રી નવરાત્રીની દીપ પ્રાગટ્ય દ્વારા કરાતી વિધિવત શરૂઆત

  • March 31, 2025 12:00 PM 

સલાયા લોહાણા મહાજનના આયોજિત પૂર્વ પ્રમુખના ધર્મપત્નીએ દિપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો



સલાયા લોહાણા મહાજન દ્વારા ઘણા વર્ષોથી ચૈત્રી નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેમાં ફક્ત બહેનો દ્વારા માતાજીના ગરબા અને રાસ કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે સલાયા લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ સ્વ. દામોદરભાઈ પોપટલાલ કાનાણીના ધર્મપત્ની વિજયાબેનના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિધિવત રીતે ગરબાની શરૂઆત કરવામાં આવી હતી.


આ સમયે સલાયા લોહાણા મહાજનના હાલના વર્તમાન પ્રમુખ ભરતભાઈ લાલના ધર્મપત્ની ભારતીબેન લાલ પણ સાથે જોડાયા હતા તેમજ વિજયાબેનનું સલાયા લોહાણા મહાજન વતી સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ ચૈત્રી નવરાત્રીમાં દરરોજ બહેનો દીકરીઓ રાસ ગરબા રમે છે, તેમજ માતાજીની સ્તુતિ કરે છે.


દર વર્ષે ગરબા રમ્યા બાદ જુદો-જુદો અલ્પાહાર મૂળ સલાયાના અને હાલ કિશુમુ નિવાસી શેઠ જયંતભાઈ વિઠ્ઠલદાસ બદિયાણી પરિવાર દ્વારા આપવામાં આવે છે. આમ આસો નવરાત્રી બધે મનાવવામાં આવે છે, પરંતુ ચૈત્રી નવરાત્રીમાં રાસ ગરબાનું આયોજન સલાયામાં ઘણા વરસથી કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application