મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજકોટ પ્રવાસની તૈયારી, જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

  • December 09, 2024 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજકોટ જિલ્લાના આગામી પ્રવાસને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી.


આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રી રાજકોટમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે તમામ સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.


ખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના રાજકોટ જિલ્લાના સંભવિત પ્રવાસ કાર્યક્રમના આયોજન સંદર્ભે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન અર્થે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું


મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે વિવિધ વિકાસકામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે. કાર્યક્રમ અન્વયે તમામ સ્થળે જરૂરી વ્યવસ્થા જાળવવા પીજીવીસીએલ, આરોગ્ય, ફાયર, સહિતના વિભાગોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. 


આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણે, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, ડીસીપીશ્રી જગદીશ બંગારવા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એ.કે. ગૌતમ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application