પ્રતિક ગાંધીને નવી ફિલ્મ દેઢ બીઘા જમીનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર ફિલ્મ રિલીઝ થવાના થોડા દિવસો પહેલા જ શેર કરવામાં આવ્યું છે. આ એક અલગ જ વિષય પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.આ એક અલગ જ વિષય પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. દેઢ બીઘા ઝમીન પહેલા પ્રતિક ગાંધી વિદ્યા બાલન સાથે દો ઔર દો પ્યાર ફિલ્મમાં જોવા મળ્યો હતો જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નથી. હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્મ લોકોને કેવીક પસંદ આવે છે.
દેઢ બીઘા ઝમીનમાં પ્રતિક ગાંધીના પાત્રનું નામ અનિલ છે. જે પોતાની બહેનના લગ્ન માટે પૈસા એકઠા કરવા માંગે છે. લગ્ન માટે તે પોતાની વર્ષો જૂની જમીન વેચવાનો પ્રયત્ન કરે છે. આ જમીન પર એક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે કબજો કરેલો હોય છે.પોતાની જમીન માટે અનિલને જે સંઘર્ષ કરવો પડે છે તે આ ફિલ્મમાં જોવા મળે છે. ભ્રષ્ટાચાર, લાલચ અને લાગણીસભર આ ફિલ્મ ટૂંક સમયમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે જમીન પર જે લોકોએ બળજબરીથી કબજો કર્યો હોય તેમના વિરુદ્ધ અનિલ કેવી રીતે લડાઈ લડે છે.દેઢ બીઘા ઝમીન ફિલ્મમાં ટીવીએફના ઘણા બધા કલાકારો જોવા મળશે. આ ફિલ્મમાં પ્રતિક ગાંધી સાથે ખુશાલી કુમાર પણ મુખ્ય ભૂમિકામાં છે. પ્રતિક ગાંધીની આ ફિલ્મ 31 મે 2024 ના રોજ જીઓ સિનેમા પર રિલીઝ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં લગ્નતિથી નિમિત્તે અનેકવિધ સેવાકાર્યો યોજાયા
November 28, 2024 01:57 PMપોરબંદર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૪૧૮ લાભાર્થીઓને મળ્યો વ્હાલી દીકરી યોજનાનો લાભ
November 28, 2024 01:56 PMઘરે જ બનાવો આ શેમ્પૂ, જેનાથી વાળ બનશે સ્વસ્થ, ચમકદાર અને રેશમ જેવા મુલાયમ
November 28, 2024 01:38 PMજામનગરમાં મનપા સ્ટેન્ડિંગ કમિટી બેઠક યોજાઈ, 24 લાખથી વધુના વિકાસ કામો મંજૂર
November 28, 2024 01:07 PMજામનગરમાં ખુલ્લા પ્લોટ પર કબજો, લેન્ડ ગ્રેબિંગની નોંધાઈ ફરિયાદ
November 28, 2024 12:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech