હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલી સિસ્ટમમાં ગઈકાલે સાંજે લો પ્રેશર સર્જાતા અડધા રાજકોટ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે તોફાની પવન ધોધમાર વરસાદને વૃક્ષો, ડાળીઓ પડી જવાને કારણે વીજ પોલ અને વીજ લાઈનને પારાવાર નુકસાન થતા મોટાભાગના શહેરમાં વીજળી પુરવઠો ખોરવાઈ જતા અનેક વિસ્તારોમાં વીજ ગ્રાહકોએ મોડી રાત સુધી અંધારામાં રહેવું પડ્યા ઉપરાંત ઉકળાટ અને ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા, વીજળી પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદ કરવા માટે કોલ સેન્ટર, ફોલ્ટ સેન્ટરો અને કસ્ટમર કેર સેન્ટરના ફોન સતત વ્યસ્ત આવતા હજારો ગ્રાહકો વીજ ફરિયાદ કરી નહિ શકતા નિરાશ થયા હતા.
દરમિયાન ગઈકાલે સાંજે એકાએક હવામાન પલટો થતા ભારે પવન અને ગાજવીજ સાથે અડધા ઉપરાંતના રાજકોટમાં ધોધમાર વરસાદ પડતા કેટલા વૃક્ષો અંદાજે 53 જેટલા વૃક્ષો ઉપરાંત હજારો વૃક્ષોની ડાળીઓ તૂટી પડતા અમુક જગ્યાએ પોલ નમી જવા તેમજ વ એચડી અને એલટી વીજ લાઈન લાઈન કટિંગ થવાને કારણે શહેરભરમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાથી પીજીવીસીએલના કસ્ટમર કેર સેન્ટરમાં સૌરાષ્ટ્ર- કચ્છની વીજ વિક્ષેપ અંગેની કુલ ૧૪૯ ફરિયાદો નોંધાયેલ, જ્યારે રાજકોટ શહેરની ૧૫૬ ફરિયાદો નોંધાઇ હતી.
જેમાં શહેરની મધ્યના સપના, મોરબી રોડ, જય જવાન, કનક રોડ, રામેશ્વર, વિરાણી અને એટલાસ ફીડરો બંધ કરીને સમારકામ કરવું પડ્યું હતું.આ ઉપરાંત એસઆરપી, નિર્મલા, મહાવીર અને જાગનાથ તેમજ શહેર આસપાસના અર્જુન, સોમેશ્વર, ભવનાથ, રાધિકા, હરિદર્શન, રાણી પાર્ક, વિશ્વેશ્વર, અમૃત, યુવરાજ પાર્ક વગેરે ફીડરો પણ ફોલ્ટમાં આવી જતાપીજીવીસીએલની સબ ડિવિઝનો તેમજ હાઈ ટેન્શન ડિવિઝન ની ટેકનિકલ ટીમો દ્વારા ફિલ્ડ પર મોડી રાત સુધી હાજર રહી તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂર્વરત કરી આપવાની કામગીરી હાથ ધરી હોવાનું જણાવાયું હતું.
ફોલ્ટ સેન્ટરો, કસ્ટમર કેરમાં ફોનના રિસિવર અપ રાખવાનું હજી પણ ચાલુ?
ગઈકાલે તોફાની પવન અને વરસાદથી વીજળી પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદ કરવા માટે કોલ સેન્ટર, ફોલ્ટ સેન્ટરો અને કસ્ટમર કેર સેન્ટરના ફોન જોડવામાં આવતા સતત ફોન વ્યસ્ત હોવાનો રેકોર્ડેડ મેસેજ સંભળાતો હતો, આથી વીજળીના અભાવે ગરમી ઉકળાટથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોમાં નિરાશા વ્યાપી જવા પામી હતી. આ તકે લોકોને અગાઉ "એક સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરના ટેલિફોનનું રિસિવર અપ રાખી કર્મચારી નિંદ્રાધીન હોવા'નો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો મેસેજ યાદ આવી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMઈસ્કોનબ્રિજ અકસ્માત: તથ્ય પટેલને માતાની સારવાર માટે 4 દિવસના હંગામી જામીન મંજૂર
May 23, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech