રાજકોટ શહેર ભાજપમાં બે દિવસથી એક જ ચર્ચાએ જોર પકડયું છે કે ભલે ભૂલથી કે મજુરથી આવું થયું પણ જેનો મોબાઇલ છે એ આપણો કાર્યકતર્િ શોખીન તો હશે ને તો જ આવા વીડિયો મોબાઇલમાં રાખેને વાત એવી છે કે વોર્ડ નં.4ના ભાજપ્ના વોટસએપ ગ્રુપમાં એક, બે નહીં ધડાધડ એક સાથે 6-6 પોર્ન વીડિયો અશ્ર્લીલ વીડિયો આવ્યા અને ગ્રુપમાં મેયર સહિતના અન્ય મહિલા મેમ્બર્સ પણ હોવાથી જોનારા સૌ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હશે.
રાજકોટ શહેરના વોર્ડ નં.4 કે આ વોર્ડના નગરસેવિકા પોતે વર્તમાન મેયર છે અને આજ વોર્ડના પૂર્વ ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઇ મોલીયા રાજકોટ શહેર ભાજપ્ના મહામંત્રી છે. વોર્ડ ન.4 ભાજપ કિશાન મોરચાના સોશિયલ મડિયા ગ્રુપમાં મેમ્બર મનીષ પરસાણાના મોબાઇલમાંથી 6-6 બીભત્સ વીડિયો, દ્રશ્યો સેન્ડ થયા ટપકી પડયા હતાં.
બીભત્સ વીડિયો, દ્રશ્યો તેમજ આમંત્રીત લીંક જોઇને ગ્રુપ્ના અન્ય મેમ્બર્સ પણ અચંબીત થઇ ગયા હતાં. જે ગ્રુપમાં ખુદ મહિલા મેયર અન્ય આગેવાનો પણ મેમ્બર્સ હોય તે ગ્રુપમાં મયર્દિા પુરતી જળવાવી જોઇએ. વોટસએપ ગ્રુપ માત્ર પક્ષ લેવલના કોઇ કાર્યક્રમો, સૂચનાઓ હોય તે માટે હોય છે પરંતુ ગ્રુપમાં અન્ય સુવિચાર, કોમેન્ટસના બદલે આવા ગંદા વીડિયો મુકનારા ગ્રુપ્ના સભ્ય પર ધોંસ બોલી ગઇ હતી.
ગ્રુપમાં જ રહેલા સબંધીત કેટલાક વ્યક્તિઓ થકી આ વાત લીક થઇ ગઇ, સ્ક્રીન શોર્ટસ પણ વહેતો થઇ જતાં ભાજપમાં ભારે ચચર્િ થઇ પડી હતી. જેના મોબાઇલમાંથી આ વીડિયો સેન્ડ થયા તે મનીષ નામનો ભાજપ કાર્યકતર્િ બચાવ તો એવો કરી રહ્યો છે કે મેં નહીં પણ મારા મજુરે ભૂલથી સેન્ડ કરી દીધા કે થઇ ગયા હતાં. દોષનો ટોપલો બધો હલકું લોહી હવાલદારનું માફક મજૂર પર ઢોળાઇ ગયો છે.
કદાચ એક તબકકે માની લઇએ કે કાર્યકર્તાઓ સેન્ડ નથી કર્યા મજુરે કર્યા છે તો મજુરને પણ શું ખબર રહેતી હશે કે શેઠના મોબાઇલમાં આવું ખાનગી મીઠું મધૂર પડેલું હોય છે ? મજુર આવું કાંઇ જોતો હશે ? મજુરથી ભલે ભૂલથી કે ભૂલથી સેન્ડ થઇ ગયા પરંતુ મોબાઇલ જેનો છે એ વ્યક્તિ રંગીન મીજાજી તો કહેવાય કે હશે કે પોતાના મોબાઇલમાં આવું બધુ અશ્ર્લીલ સાહિત્ય રાખ્યું હશે કે પછી આવા વીડિયો પણ મજુરે જ શેઠની જાણ બહાર શેઠના મોબાઇલમાં મુકયા રાખ્યા અનેશેઠમાં મોબાઇલમાંથી જ ગ્રુપમાં ભૂલથી સેન્ડ કરી દીધો હશે ?
વોર્ડ નં.4માં તો આ ચર્ચા હોટ કેક જેવી બની છે પરંતુ આવી ભૂલ કે હરકતને લઇને હવે ભાજપ્ના આગેવાનો કે જવાબદારો દ્વારા આ વ્યક્તિ સામે કોઇ પગલાં લેવાશે કે કેમ ? હાલ તો ગ્રુપમાંથી આ વ્યક્તિને રીમુવ કરાયા છે તેવું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં ભારતીય વાહનોની ભારે માંગ, એક્સપોર્ટના આંકડા જોશો તો ચોંકી જશો
April 20, 2025 12:39 PMચીન ન કરે એટલું ઓછું....માણસો સાથે રોબટ્સે લગાવી 21 કિમીની દોડ, જુઓ વીડિયો
April 20, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech