પોરબંદરના યુવાનની તિરંગા યાત્રા પહોંચી લેસ્ટરના હિન્દુ મંદિરે

  • November 21, 2024 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના ખમીરવંતા મહેર સમાજના તરવરિયા અને સાહસિક મહેર યુવાન નિલેષભાઈ પરમાર જેઓ ભારતથી લંડન બાય રોડ હજારો માઈલની મુસાફરી કરીને વિશ્ર્વના ઘણાં બધા દેશોમાંથી પસાર થઈને લેસ્ટરના હિંદુ મંદિરમાં એમની તિરંગા યાત્રા લઈને આવી પહોંચ્યા હતા.ખુબ જ મોટી સંખ્યામાં લોકો તેમના સ્વાગત માટે ઉમટી પડયા હતા.જે માણસ ઝનુન થી વિચારે અને સાહસ કરે અને એના સાહસ માં ભગવતી લીરબાઈ માં એમની સાથે હોય એના સાહસ અને એમની સાહસિકતાને બિરદાવવા માટે અને એના સ્વાગત માટે લોકોનો ઉત્સાહ અને ઉમંગ જોવાલાયક હતો અને ઉપસ્થિત લોકોએ પોરબંદરના આ તરવરિયા યુવાનને બિરદાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application