પ્રાકૃતિક ખેતીમાં મૂળની ખાલી જગ્યાની આસપાસ વરાપ રહેવો જરુરી
***
પ્રાકૃતિક કૃષિમાં પાકને પાણી એટલું જ આપવું જોઈએ જેનાથી મૂળની આસપાસની ખાલી જગ્યામાં વરાપ રહે
***
રાજ્યને પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો શરુ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પ્રાકુતિક ખેતીનો વ્યાપ વધારવા કામગીરી કરવામાં આવી રહી છે.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં જમીનમાંથી સારું ઉત્પાદન મેળવવા માટે પાણી કેટલા પ્રમાણમાં અને કેવી રીતે આપવું તેનું વિશેષ મહત્વ છે. વરાપ અને વૃક્ષાકારની પદ્ધતિ વિશે રાજયમાં પ્રાકૃતિક કૃષિનું મહા અભિયાન ચલાવી રહેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા લખવામાં આવેલા પુસ્તક 'પ્રાકૃતિક કૃષિ'માં સવિશેષ સમજાવવામાં આવ્યું છે.
જમીનમાં બે કણો વચ્ચે જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે ત્યાની હવા ઉપરથી નીકળી જાય છે. જેનાથી મૂળ અને જીવાણુઓને ઓક્સિજન મળતો નથી અને તે નાશ પામે છે અથવા પાક પીળો પડે છે. ક્યારેક પાક સુકાય જાય છે, તેથી પ્રાકૃતિક કૃષિમાં પાકને પાણી એટલું જ આપવું જોઈએ જેનાથી મૂળની આસપાસની ખાલી જગ્યામાં વરાપ રહે અર્થાત પાણી ન ભરાય.
છોડના મૂળને પાણી નહીં પણ ભેજની જરૂરિયાત છે. જમીનના બે કણો વચ્ચે ૫૦ % પાણી અને ૫૦ % હવાના મિશ્રણની સ્થિતીને વાપ્સા કહેવામાં આવે છે. જમીનમાં હવા અને પાણીનું સમતુલન જળવાય ના રહે તો વાપ્સા વ્યવસ્થાપન થઇ શકે નહી જેથી છોડનો વિકાસ કે વૃદ્ધિ થતું નથી. સામાન્ય રીતે જમીનની નીચે વૃક્ષ / છોડના મૂળનો જેટલા વિસ્તા૨માં ઘેરાવો તેટલા વિસ્તા૨માં જમીનની ઉપ૨ વૃક્ષનો ઘેરાવો હોય છે.
વનસ્પતિનાં પર્ણો ખોરાક ઉત્પન્ન કરે છે અને તેનો સંગ્રહ વનસ્પતિના થડ અને ડાળીઓમાં થાય છે. આથી પર્ણો દ્વારા મહત્તમ ખોરાક ઉત્પન્ન થાય તથા ઉત્પન્ન થયેલો ખોરાકનો મહત્તમ સંગ્રહ થાય તે માટે વૃક્ષનો ઘેરાવો મહત્તમ હોવો જરૂરી છે.
બાગાયતી પાકોમાં બપો૨ના સમયે જેટલા વિસ્તા૨માં વૃક્ષનો છાંયો પડે તેટલા વિસ્તા૨માં તેના મૂળનો ઘેરાવો હોવાથી બપોરના સમયે પડતા છાંયડાથી છ ઇંચ દુર નીક બનાવી તેમાં પાણી આપવું જોઇએ. વચ્ચેના ભાગમાં માટી ચડાવી તે ભાગ આચ્છાદન કરી ઢાંકી દેવો જોઇએ જેથી તે છોડનાં વૃદ્ધિ અને વિકાસ ખૂબ સારા થાય છે.
પાણીના ધોરિયા અને ક્યારાની પાળી ઉપર ઉગેલા પાકની વૃદ્ધિ અને વિકાસ અન્ય પાક કરતા વધારે સારા જોવા મળે છે. કારણ કે ત્યાં ભેજ અને હવાનું સંતુલન જળવાય છે અને તેના કારણે છોડ જમીનમાંથી મહત્તમ પોષક તત્ત્વો ગ્રહણ કરી શકે છે. આથી આવી વ્યવસ્થા સમગ્ર ખેતરમાં થવી જરૂરી છે. તે માટે ગાદી ક્યારા પદ્ધતિ અપનાવવી જોઇએ. જમીનનો ઢાળ, પાકનો પ્રકા૨ વગેરે બાબતો ધ્યાને લઇ ગાદી ક્યારાની લંબાઇ અને પહોળાઇ નક્કી કરવી જોઇએ. આ ગાદી ક્યારા ઉપર પાકનું વાવેત૨ ક૨વું જોઇએ અને બે ગાદી ક્યારાની વચ્ચે નીકમાં પાણી આપવું જોઇએ. આવું થવાથી છોડને જરૂરિયાત મુજબનું પાણી મળશે અને હવા અને ભેજનું સંતુલન જળવાશે. ટપક પિયત પદ્ધતિમાં પણ આ જ સિદ્ધાંત કામ કરે છે. આથી આ પદ્ધતિમાં પાણીની બચત થાય છે અને ઓછા પાણીએ વધુ સારો પાક લઇ શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech