વિશ્વભરના દેશોમાંથી સૌથી વધુ પ્રતિબંધોનો સામનો કરી રહેલા રાષ્ટ્ર્રોની યાદીમાં રશિયાનું નામ ટોચ પર છે. યુક્રેન પર રશિયાના ૨૦૨૨ના આક્રમણ પછી રશિયન વ્યકિતઓ અને સંસ્થાઓ પર ૧૬,૦૭૭ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જે લુહાન્સ્ક અને ડોનેટસ્ક પ્રદેશોએ સ્વતંત્રતાને માન્યતા આપી તે પહેલાં કરતાં છ ગણા વધુ છે. ન્યૂયોર્કની પ્રતિબંધો પર નજર રાખનારી સાઇટ કાસ્ટેલમ ડોટ એઆઈ અનુસાર રશિયા પર કુલ ૧૮,૭૭૨ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી ૨૦૧૪ ના અંતમાં ક્રિમીઆ પર રશિયન કબજા બાદ, યુનાઇટેડ સ્ટેટસ, કેનેડા, યુરોપિયન યુનિયન અને આંતરરાષ્ટ્ર્રીય સંગઠનો સહિત ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લાધા હતા. તે જ સમયે, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ યુક્રેન પર રશિયાના હત્પમલાની શઆત સાથે મોટી સંખ્યામાં ઘણા બધા દેશોએ રશિયન અર્થવ્યવસ્થાને પાંગળી કરવાના હેતુથી પ્રતિબંધો લાદવાનું શ કયુ. યુક્રેન પર રશિયાના આક્રમણ પહેલા યુએસ, યુએન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ભારત અને ઈઝરાયેલ જેવા દેશો તરફથી ૩,૬૧૬ સક્રિય પ્રતિબંધો સાથે ઈરાન સૌથી વધુ પ્રતિબંધિત રાષ્ટ્ર્ર હતું.જેમાં હવે હજારો પ્રતિબંધો વધારી દેવામાં આવ્યા છે અને તે બીજા સ્થાને છે તો સીરિયા ત્રીજા સ્થાને છે.મહત્વનું છે કે ૨૦૧૧ માં શ થયેલા ગૃહયુદ્ધ બાદ સીરિયા પર શ્રેણીબદ્ધ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. પ્રતિબંધોની યાદીમાં ઉત્તર કોરિયા ચોથા સ્થાને છે યારે રશિયાનું નજીકનું બેલાસ પાંચમા સ્થાને છે. ત્યારબાદ મ્યાનમાર અને વેનેઝુએલાનું નામ આવે છે.ગત વર્ષે યુએસ, યુકે અને કેનેડાની સરકારોએ મ્યાનમારની સૈન્ય શાસન સાથે સંકળાયેલ વ્યકિતઓ, સંસ્થાઓ સામે વધુ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આનો હેતુ સ્થાનિક સૈન્યને શક્રો અને અન્ય પુરવઠાની પહોંચને રોકવાનો હતો. તે જ સમયે દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલા વિદ્ધ ૭૪૭ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
મહત્વનું છે કે રશિયા પર તેલ અને ગેસની શોધ માટે જરી સાધન સામગ્રી પર પ્રતિબધ લાદવામાં આવ્યો છે જયારે રશિયન બેંકો અને કંપનીઓને લેનની જોગવાઈઓ પર પ્રતિબધ તથા પ્રમુખ વ્લાદિમીર પુતિનની નજીકના પ્રભાવશાળી નાગરિકોની મુસાફરી પર પ્રતિબધં લાદવામાં આવ્યા છે આ સાથે અમેરિકા–કેનેડા સ્વિટઝર્લેન્ડ બ્રિટન યુરોપિયન યુનિયન ફ્રાંસ ઓસ્ટ્રેલીયા અને જાપાન જેવા ટોચના દેશો અને સંગઠનો એ રશિયા પર સંખા બધં પ્રતિબધં મુકયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech