રાજકોટ રેન્જ આઈ.જી., રાજકોટ જીલ્લા પોલીસ વડા તથા ધોરાજી ડિવિઝનના એ.એસ.પી. સિમરન ભારદ્રાજના માર્ગદર્શન હેઠળ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઝુંબેશ અંતર્ગત ટ્રાફિક નિયમોનો ભગં કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરીને છેલ્લ ા ત્રણ દિવસમાં કુલ રૂા.૩૦,૭૦૦નો દડં ફટકારવામાં આવ્યો છે.
આ કામગીરી ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ ચાવડા, કોન્સ્ટેબલ મિલનભાઈ આદ્રોઝા, જસપાલસિંહ ઝાલા તથા ટી.આર.બી.ના જવાનોની ટીમ દ્રારા કરવામાં આવી હતી. પોલીસની આ કડક કાર્યવાહીથી નિયમભગં કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.તા.૨૧ મેનાર રોજ ૧૭ ઈ–ચલણ, કાળા કાચના ૦૫, ફેન્સી નંબર પ્લેટના ૩૨, ત્રિપલ સવારીના ૦૨ અને એન.સી. હાજર દંડના ૨૨ કેસ કરાયા. જેમાં ઈ–ચલણના રૂા. ૪,૯૦૦ અને હાજર દંડના રૂા. ૭,૪૦૦ મળી કુલ રૂા.૧૨,૩૦૦નો દડં વસૂલાયો. ૨૦ મેના રોજ ૧૪ ઈ–ચલણ, કાળા કાચના ૧૧, ફેન્સી નંબર પ્લેટના ૦૮, ત્રિપલ સવારીના ૦૫, હેલ્મેટ વગરનો ૦૧ અને એન.સી. હાજર દંડના ૧૧ કેસ કરવામાં આવ્યા. જેમાં ઈ–ચલણના રૂા.૩,૪૦૦ અને હાજર દંડના રૂા. ૫,૫૦૦ મળી કુલ રૂા.૮,૯૦૦નો દડં વસૂલાયો તથા ૦૨ વાહનો ડિટેઈન કરાયા હતાં. ૧૯ મેના રોજ ૧૫ ઈ–ચલણ, કાળા કાચના ૧૦, ફેન્સી નંબર પ્લેટના ૧૫ અને એન.સી. હાજર દંડના ૧૦ કેસ નોંધીને ઈ–ચલણના રૂા. ૪,૫૦૦ અને હાજર દંડના રૂા. ૫,૦૦૦ મળી કુલ રૂા. ૯,૫૦૦નો દડં વસૂલાયો તથા ૦૧ વાહન ડિટેઈન કરાયું હતું. પોલીસ પ્રશાસનના જણાવ્યા અનુસાર, શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતો અટકે તે હેતુથી આગામી સમયમાં પણ આ ટ્રાફિક ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે..