BREAKING NEWS

રાજકોટમાં SMCના મેગા ઓપરેશન બાદ મોટી કાર્યવાહી: કુવાડવા રોડ પર રૂ.૭૦.૩૮ લાખનો દારૂ પકડાતા PI વસાવા સસ્પેન્ડ

  • June 21, 2026 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના કુવાડવામાં શુક્રવારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડી જંગલેશ્વરના લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધીનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યાના બે દિવસમાં જ શહેર પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે અને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પી.આઇ. વી. આર. વસાવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. SMC ના દરોડા બાદ પોલીસ કમિશનર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા પોલીસ કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, SMCએ ચોક્કસ બાતમીના આધારે કુવાડવા રોડ પર RK9 ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી 70.38 લાખની કિંમતનો 217 પેટી વિદેશી દારૂ તેમજ ટ્રક મળી કુલ 1 કરોડથી વધુનો મુદામાલ કબ્જે કરી એક આરોપીની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી જેમાં પોલીસ તપાસમાં વિદેશી દારૂ મંગાવનાર જંગલેશ્વર વિસ્તારનો નામચીન લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધિ હોવાનું સામે આવતા ફિરોઝ ઉપરાંત સ્થળ પરથી મળી આવેલ ક્રેટા કાર નંબર જીજે.01.આરએન.6440ના માલિક સુલતાન સંધી, ટ્રક ચાલક, બોલેરો ચાલક અને દારૂ મોકલનાર સહીત ફરાર 6 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તા.19 જૂનના શુક્રવારે SMC એ ચોક્કસ બાતમીના આધારે રેડ પાડ્યા બાદ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ કુવાડવા રોડ પોલીસની કાર્યવાહી સામે સવાલો ઊભા થયા હતા જેને પગલે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે હવે આ કાર્યવાહીથી કુવાડવા પોલીસનો ડી સ્ટાફ પણ ચિંતામાં મૂકાઈ ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application