અમરેલીના વધુ એક ખેડૂતની વ્યાજખોરએ પડાવેલી 40 લાખની જમીન પોલીસે પરત અપાવી, 3 લાખ 10 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા હતા

  • May 22, 2025 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલી પોલીસ દ્વારા વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને છોડાવવાની સાથે તેમની મરણ મૂડી સમાન ગીરો મુકેલી કે બળજબરી પૂર્વક પડાવવામાં આવેલી જમીન-મિલકત પરત અપાવામાં આવી રહી છે. અમરેલી પંથકના લાપાળીયા ગામના પ્રૌઢએ શખ્સ પાસેથી 10 ટકા લેખે રૂ.3 લાખ વ્યાજે લીધા હતા તેની સામે ચક્ર્વૃદ્ધિ વ્યાજ સાથે રૂ.12 લાખની પઠાણી ઉઘરાણી કરી હતી. આ રકમ પ્રૌઢે બેકમાં જમીન પર લોન લઈને ચૂકવી આપી હતી એમસી છતાં વ્યાજખોરએ વધ પૈસા માગી બળજબરી પૂર્વક રૂ. 7 લાખનો 800 મણ કપાસ અને ખેતીના સાધનો લઇ વેચી નાખ્યા હતા. આમ રૂ.20 લાખ જેટલી રકમ મેળવ્યા બાદ પણ વધુ 10 લાખની માગણી કરી રૂ.40 લાખની 9 વીઘાજમીન જમીન માત્ર 11 લાખમાં લખાણ કરાવી લઇ કબ્જો મેળવી લીધો હતો. આ બાબતે પ્રૌઢે અમરેલી જિલ્લા પોલીસ વડાને અરજી કરતા તપાસ કરી પ્રૌઢને 9 મરણ મૂડી સમાન 9 વીઘા જમીન પરત અપાવી હતી.


મારા દીકરા શૈલેષએ ચારેક વર્ષ પહેલા બાબુભાઇ તેરૈયા પાસેથી ત્રણ લાખ વ્યાજે લીધા હ

આ બનાવની મળતી વિગત મુજબ અમરેલીના લાપાળીયા ગામે રહેતા કનુભાઈ જાદવભાઈ લુણાગરીયા (ઉ.વ.69)એ અમરેલી જિલ્લા પોલીસ વડાને એક અરજી કરી હતી જેમાં તેમણે બાબુ પરસોતમભાઇ તેરૈયાનું નામ આપ્યું હતું. અરજીમાં જણાવ્યું હતું કે, મારા દીકરા શૈલેષએ ચારેક વર્ષ પહેલા બાબુભાઇ તેરૈયા પાસેથી ત્રણ લાખ વ્યાજે લીધા હતા અને દર મહિને 10 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવી રૂ.12 લાખની પઠાણી ઉઘરાણી કરી   આપવા માટે પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. આથી બેંકમાં મારી જમીન પર લોન મેળવી રૂ.12 લાખ ચૂકવી દીધા હતા. એમ છતાં વધુ વ્યાજની રકમ માગી બાબુ તેરૈયા ધાક ધમકીઓ આપતો હતો જેના  કારણે અમારે ગામ મૂકી સુરત રહેવા જવું પડ્યું હતું. પરંતુ બાબુ સુરત આવી ને પણ ધમકીઓ આપતો હતો. 


800 મણ કપાસ અંદાજે રૂ.7 લાખનો કઢાવી બારોબાર વેંચી નાખ્યો હતો

અમારી પાસે વધુ પૈસાની વ્યવસ્થા ન હોવાથી બળજબરી પૂર્વક ઘરમાંથી 800 મણ કપાસ અંદાજે રૂ.7 લાખનો કઢાવી બારોબાર વેંચી નાખ્યો હતો તેમજ ખેતીના સાધનો કી.રૂ.12 હજારના વાપરવાના બહાને લઈ જઈ ભંગારમાં વેચી નાખ્યા હતા આમ રૂ.20 લાખ જેટલી રકમ મેળવી લીધા પછી પણ વધુ 10 લાખની માગણી ચાલુ રાખી હતી. અને છેલ્લે ધાક ધમકીઓ આપીઓ મારી મરણ મૂડી સમાન 9 વીઘા જમીન જેની બજાર કિંમત રૂ.40 લાખ થાય છે જે રૂ.11 લાખના વેંચાણ કરાર કરાવી પચાવી પાડી છે અને બે વર્ષથી કબ્જો કરી ખેતી પણ કરે છે. 


જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સાંત્વના આપી

પ્રૌઢની અરજીને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સાંત્વના આપી તાલુકા પોલીસને અરજીની તપાસ સોંપી તાત્કાલિક ગુનો નોંધવા માટેની સૂચના આપવામાં આવતા અમરેલી તાલુકા પોલીસે વ્યાજખોર બાબુ તેરૈયા સામે કાયદાનો સંકજો કસતા જ જમીન પરત આપવાની સમજૂતી દર્શાવતા તા.17-5ના રોજ આરોપીએ પચાવેલી જમીનના બાનાખત રદ કરી દીવાની કોર્ટમાં કરેલો દાવો પરત ખેંચી જમીનનો કબ્જો અરજદાર પ્રૌઢને પરત સોંપ્યો હતો. પ્રૌઢને મરણ મૂડી સમાન જમીન પરત મળતા જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને પોલીસ ટીમનો આભાર માન્યો હતો. 


અત્રે ઉલ્લેખનીય છે કે, તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત માત્ર અરજદારોના ખોવાયેલા ફોન, ચીજવસ્તુ કે ફ્રોડમાં ગયેલા નાણા જ પરત અપાવવા પૂરતું જ સીમિત ન હોવાનું  અમરેલી પોલીસએ પુરવાર કર્યું છે. અગાઉ પણ અડધા કરોડની પ્રૌઢની 9 વીઘા જમીન અને આધેડનું મકાન પરત કરાવી વ્યાજખોરો સામે અસરકારક કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News