BREAKING NEWS

અમદાવાદમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો ભાગી જતા પોલીસે બાઈકના નામે કેસ નોંધી નાખ્યો

  • May 14, 2026 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં યાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો ઘણી વખત પોલીસથી બચી જાય છે, ત્યાં સરખેજ પોલીસે એક અનોખો આરોપી પકડી પાડો. એક મોટરસાયકલના નામે પોલીસે કેસ નોંધ્યો છે. સરખેજ પોલીસે રવિવારે જૂના વાંઝર ગામ પાસેના સાબરમતી નદીના પટમાં ચાલતી ગેરકાયદેદારૂ બનાવવાની ભઠ્ઠી પર દરોડો પાડી પ્રતિબધં કાયદા હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે, મુખ્ય આરોપી પોલીસને ચકમો આપી ઝાડીઓમાં ભાગી ગયો, પરંતુ તેની લાલ રંગની હીરો હોન્ડા મોટરસાયકલ ઘટનાસ્થળે જ રહી ગઈ.એફઆઈઆર મુજબ, આસિસ્ટન્ટ કોન્સ્ટેબલ કનકસિંહ લખધીરસિંહ અને તેમની ટીમ બપોરના સમયે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે નદીના પટમાં ગેરકાયદે દા બનાવાઈ રહ્યો છે. ત્યારબાદ પોલીસ પચં સાક્ષીઓ સાથે કાચા રસ્તાઓ અને ઝાડીઓમાંથી પસાર થઈ સ્થળ સુધી પહોંચી. ત્યાં ધુમાડો નીકળતો દેખાતા પોલીસ આગળ વધી અને એક વ્યકિતને ભઠ્ઠી પાસે મોટરસાયકલ પર બેઠેલો જોયો.પરંતુ પોલીસ નજીક પહોંચે તે પહેલાં જ આરોપીએ દૂરથી પોલીસને જોઈ લીધી અને તરત જ ઝાડીઓમાં દોડી ગયો. પરિણામે, તેની મોટરસાયકલ જ આરોપી તરીકે એફઆઈઆરમાં નોંધાઈ. એફઆઈઆરમાં લાલ પટ્ટાવાળી કાળી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોટરસાયકલનો રજીસ્ટ્રેશન નંબર, એન્જિન નંબર અને ચેસિસ નંબર સહિતની તમામ વિગતો નોંધવામાં આવી છે, યારે દા બનાવનાર વ્યકિત હજુ સુધી અજાણ્યો આરોપી તરીકે નોંધાયેલો છે.પોલીસે દરોડા દરમિયાન અંદાજે ૨૪૦ લિટર દેશી દારૂ  અને લગભગ ૧,૧૦૦ લિટર વોશ જ કયુ હતું. વોશ લોખંડના ડ્રમ અને પ્લાસ્ટિકથી ઢંકાયેલા ખાડાઓમાં સંગ્રહિત કરવામાં આવ્યું હતું. ઉપરાંત, એલ્યુમિનિયમના વાસણો, માપવાના સાધનો અને એક લોક કરાયેલ મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા.
જ કરાયેલા તમામ સામાનની બજાર કિંમત ગણતા કુલ મુદ્દામાલની કિંમત . ૧.૧૨ લાખ થઈ હતી. તેમાં મોટરસાયકલની કિંમત . ૩૦,૦૦૦ ગણાવવામાં આવી હતી, જેના કારણે તે કેસનો મુખ્ય સાક્ષી બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે.
પોલીસના એક સૂત્રએ જણાવ્યું કે યારે સાચો આરોપી ભાગી જાય છે ત્યારે કેટલાક પોલીસ સ્ટેશનોમાં જે વસ્તુ મળે તેને જ આરોપી તરીકે દર્શાવવામાં આવે છે, જે પોલીસની બેદરકારી અને ઢીલાશ દર્શાવે છે. એફઆઈઆરમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટેકિનકલ ખામીના કારણે ઈ–શિક્ષા પ્લેટફોર્મ પર ઇ–પંચનામું સ્થળ પર થઈ શકયું નહોતું અને બાદમાં પોલીસ સ્ટેશનમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application