BREAKING NEWS

કોડીનારના ઘાંટવડની કેનાલમાંથી મહાકાય મગરનો મૃતદેહ મળ્યો

  • June 25, 2026 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ નજીક આવેલી એક સૂકી કેનાલમાંથી એક મહાકાય મગર મરેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. સીમ વિસ્તારમાં આટલો મોટો મગર જોવા મળ્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના ગ્રામજનો અને વન્યજીવ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડા હતાં.
સૂત્રોમાંથી પ્રા વિગતો અનુસાર, ઘાંટવડ ગામની સીમમાંથી પસાર થતી સૂકી કેનાલમાં સ્થાનિક યુવાનો પસાર થઈ રહ્યા હતાં ત્યારે તેમનું ધ્યાન કેનાલમાં પડેલા એક વિશાળકાય મગર પર ગયું હતું. યુવાનોએ નજીક જઈને જોતા મગર બિલકુલ હલનચલન ન કરતો હોવાથી તે મૃત હાલતમાં હોવાનું માલૂમ પડું હતું. યુવાનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર એમ.જી. દમણિયા, ફોરેસ્ટ ગાર્ડ આર.વી. વાળા તથા એચ.જે. મકવાણા સહિતનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વન વિભાગે પ્રાથમિક તપાસ કરતા આ મૃત મગર પુખ્ત વયની માદા મગર હોવાનું જણાયું હતું.
આ મુદ્દે વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રથમ દ્રષ્ટ્રિએ મગરનું મોત ઉંમરના કારણે થયું હોય તેવું લાગતું હતું. જોકે, મોતનું ચોક્કસ અને સચોટ કારણ જાણવા માટે મગરના મૃતદેહને તાત્કાલિક જામવાળા વન વિભાગના એનિમલ કેર (સારવાર) સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પેનલ ડોકટરો દ્રારા મગરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
વૃદ્ધાવસ્થા અને આંતરિક બીમારીના કારણે આ મહાકાય મગરનું કુદરતી મૃત્યુ નીપયું હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું હતું. વન વિભાગે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી મગરના મૃતદેહનો યોગ્ય નિકાલ કર્યેા હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application